માંડવડા-૨ પ્રા. શાળામાં યોજાયેલ ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો

598

મોટીપાણીયાળી ક્લસ્ટરનું “ડો.વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯”  નું આયોજન તેની પેટા શાળા માંડવડા -૨ પ્રાથમિક શાળા ખાતે આજરોજ યોજાયેલ.  આ વિજ્ઞાન મેળામાં ક્લસ્ટરની નવ શાળાના ૨૮ બાળ વૈજ્ઞાનિકોએ અવનવી ૧૪ કૃતિ પાંચ વિભાગમાં રજૂ કરી હતી. વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવા મોટીપાણીયાળી કે. વ. શાળાના આચાર્યશ્રી તેમજ પેટા શાળાના આચાર્યશ્રીઓ અને ગામના એસએમસીના અધ્યક્ષશ્રી ઉપસ્થિત રહેલ.  આ વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા માંડવડા ૧ પ્રા.શાળા, લાખાવાડ પ્રાથમિક શાળાના બાળકો અને અન્ય ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રદર્શનને કુતૂહલ પૂર્વક નિહાળેલ. ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માંડવડા-૨ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગભાભાઇ વાઘેલા અને સ્ટાફ પરિવારએ હોંશથી કાર્ય સંભાળેલ. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પંડયા શાંતિલાલ તથા ગઢવી નિલેશભાઈ તથા પટેલ નિમિશકુમાર દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ આપેલ.. આ વિજ્ઞાન મેળાની સમગ્ર તૈયારી સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી જયંતીભાઈ કે ચૌહાણના માર્ગદર્શન હેઠળ થયેલ. બાળક વૈજ્ઞાનિકો ને શિલ્ડ તથા  પ્રમાણપત્ર  અને સ્ટેશનરી ઇનામ રૂપે આપી નવાજવામાં આવેલ.

Previous articleદ્વારકાના મોટા આસોટા ગામે આભ ફાટ્યુ : ૧૩ ઇંચ વરસાદ
Next articleસંકલ્પ શક્તિ