બરવાળાની શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલ તેમજ ધી ઝબુબા હાઈસ્કુલ ખાતે સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ શાળાનું શિક્ષણકાર્ય સાંભળી શિક્ષક દિવસ નિમિતે શાળાનું સંચાલન સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
બરવાળાની કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે તા.૦૫/૦૯/૨૦૧૯ ના રોજ સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓએ શિક્ષણ કાર્ય તેમજ શાળાનું સંચાલન કરવામાં આવ્યું હતું.શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલની ૫૦ વિદ્યાર્થીનીઓએ શાળાના વર્ગખંડોમાં જુદા-જુદા વિષયોનું શિક્ષણકાર્ય કર્યું હતું તેમજ આચાર્યા તરીકેની કામગીરી કુ.ગોહિલ શ્રધ્ધાબા જામસિંહ (ધો.૧૨) એ સાંભળી હતી.શાળામાં સાંજે ૪ કલાકે પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોની સભા રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓએ સ્વશાસન દિવસની સફળતાપૂર્વક કરેલી કામગીરીને શાળાના આચાર્યા વંદનાબા વાળા તેમજ શિક્ષકગણ દ્વારા બિરદાવવામાં આવી હતી તેમજ શિક્ષીકા તરીકેની ફરજ અદા કરનાર વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવોનું વ્યક્ત કર્યા હતા.આ કાર્યક્રમ અન્વયે વિદ્યાર્થીઓમાં શિક્ષક તેમજ શિક્ષણ પ્રત્યે પોતાની ભાવના કેળવાયો હતો.આ કાર્યક્રમમાં કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલના શિક્ષકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું બરવાળા મુકામે આવેલી ધી ઝબુબા હાઈસ્કુલ ખાતે તારીખ ૫/૯/૨૦૧૯ના દિવસે ધી ઝબુબા હાઈસ્કૂલમાં ડો.રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિતે શાળામાં સ્વયં શિક્ષણદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક બની વર્ગખંડમાં શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણનાં પાઠ ભણાવ્યા હતા આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષણગણ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.છેલ્લા બે તાસમાં શાળાના ગ્રાઉન્ડમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ શિક્ષક દિવસ નિમિતે પોતાના આ કાર્યક્રમ અન્વયેના અનુભવો અને પ્રતિભાવો રજુ કર્યા હતા શિક્ષક દિવસના કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને આચાર્ય ધી ઝબુબા હાઈસ્કુલ જોરૂભાઈ ખાચર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.