નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગરના આટ્ર્સ વિભાગ દ્વારા તા- ૦૬-૦૭ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ બે દિવસીય જ્ઞાનોત્સવ વર્કશોપ યોજવામાં આવશે. જેનું ઉદઘાટન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ પ્રો.ડૉ.જે.પી. મૈયાણી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. કૌશિકભાઈ ભટ્ટ સાહેબના હસ્તે કરવામાં આવશે. આ વર્કશોપમાં કુલ ૬૭૦ વિધાર્થિનીઓ ભાગ લેશે જે નો સૌથી મોટો એકેડેમી ક વર્કશોપ હશે. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રો.ડૉ. સુરેશભાઈ મકવાણા સાહેબ, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ. રમેશભાઈ મકવાણા, સમાજશાસ્ત્ર વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો ડૉ જયપ્રકાશ ત્રિવેદી સાહેબ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ જીગીશ પંડ્યા સાહેબ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ આર.કે.માંડલિયા સાહેબ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ પરમ પાઠક, નલિની કોલેજના પ્રિન્સિપાલ, મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને સિન્ડીકેટ સભ્ય ડૉ. એમ.જી.મન્સૂરી સાહેબ, નલિની કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. નિલેશ બારોટ સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસન સાહેબ, સમાજશાસ્ત્ર વિભાગના ડૉ. ભરતભાઈ ખેર સાહેબ, ડૉ. આર. જી. પરમાર સાહેબ, ડૉ. રાકેશભાઈ ભેડી સાહેબ, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ રાજેન્દ્રકુમાર ચોટલીયા સાહેબ, આણંદ આટ્ર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ મનોજ પટેલ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ગુણવંત વ્યાસ સાહેબ, ડૉ. વિવેકભાઈ પરમાર, પેટલાદ આટ્ર્સ કોલેજના ડૉ. ગિરીશ ચૌધરી , ઉપસ્થિત રહી વિધાર્થિનીઓને માર્ગદર્શન આપશે.આ વર્કશોપ કુલ ૬૭૦ વિધાર્થિનીઓ ભાગ લઈ પોતાના વિષયથી અવગત બનશે.