ઘોઘા ખાતે ડો. વિક્રમ સરાભાઈ વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનનું યોજાયું

427

આજ રોજ ઘોઘા તાલુકા ના કુકડ ક્લસ્ટર માં ડૉ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ નું ભવ્ય આયોજન સંતરામનાથ વિદ્યા સંકુલ કુકડ મુકામેં  ઘોઘા તાલુકા પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અઘ્યક્ષ સ્થાને યોજાયો,જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વનરાજસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ,નરેન્દ્રસિંહ ગોહિલ સભ્ય તાલુકા પંચાયત, સરપંચ કુકડ કુમારપાલસિંહ ,  તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.કે.ઉપાધ્ય, ઘોઘા બી.આર.સી. વિજયભાઈ કંટારીયા,  ઘોઘા તાલુકા પ્રા શિ. સંઘ પ્રમુખ સજુભા ગોહિલ, મંત્રીશ્રી હિમતભાઈ જાની, સી.આર.સી. જયપાલસિંહ ગોહિલ,ગોરીયાડી સરપંચ તેજાભાઈ,એન.પી.ગાંધી, રાજેન્દ્રસિંહ ગોહિલ તણસા કે.વ આચાર્ય, સરસ્વતી બેન કુકડ કે.વ આચાર્ય તથા કુકડ ક્લસ્ટર ના તમામ આચાર્ય અને શિક્ષક મિત્રો,બાળકો ઉપસ્થિત રહયા,કુકડ ક્લસ્ટર ની દરેક શાળા ના બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી..

Previous articleડોકટર સહિત ૬ ઈસમોને જાલી નોટ સાથે ઝડપતી એસઓજી,એલસીબી
Next articleવિભાવરીબેન દવેના હસ્તે જિલ્લાના ૧૯૦૭ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું