ફરજ પર પોલીસ કર્મીએ ડ્રેસમાં રહેવા પોલીસ વડાની સૂચના

914
guj432018-7.jpg

રાજયના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સક્રિય ફરજ ઉપર હોય ત્યારે નિયત કરવામાં આવેલ ગણવેશ પહેરતા નથી અને ખાનગી કપડાંમાં પોતાની ફરજવાળા સ્થળે હાજર થઇ ફરજ અદા કરતાં હોવાનું ડી.જી.પી. કચેરીના ધ્યાને આવતાં દરેક શહેર/ જિલ્લા/એકમોના વડાઓને તેમના તાબા હેઠળ ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ફરજ ઉપર નિયત કરેલ ગણવેશ પહેરીને જ આવે તે સુનિશ્ચિત કરવા અને આ માટે જાતે તેમજ તાબા હેઠળના સુપરવાઇઝરી અધિકારીઓ મારફતે ચકાસણી કરાવવા રાજયના ડી.જી.પી. શિવાનંદે ઝાએ આદેશ જારી કરેલ છે.
ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા આ આદેશનો ચુસ્તપણે અમલ કરવા માટે તમામ કચેરીઓ અને પોલીસ સ્ટેશનોને પરિપત્ર પાઠવવા અને આ સુચનાઓ તમામ કર્મચારીઓના ધ્યાને મુકવા તેમજ સુચનાઓનો ભંગ કરવામાં આવે તો સુપરવાઇઝરી અધિકારીઓની જવાબદારી નકકી કરવા અને ભંગ કરનાર અધિકારી/કર્મચારીઓ વિરૂધ્ધ શિસ્ત સંબંધી કાર્યવાહી હાથ ધરવા સુચના આપવામાં આવેલ છે.   

Previous articleરાજ્યસભાના ઉમેદવારોની પસંદગીની જવાબદારી શાહને સોંપાઈ છે : વાઘાણી
Next articleસરકાર પાંચમીથી એક લાખ ટન મગફળી ખરીદશે : મુખ્ય સચિવ