યુએસ ઓપન : સેરેના અને બિયાંકા વચ્ચે ફાઇનલ જંગ

648

વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષો અને મહિલાના વર્ગમાં ફાઇનલ મેચ માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. આવતીકાલે મહિલા સિગલ્સની ફાઇનલ મેચ સેરેના વિલિયમ્સ અને બિયાંકા વચ્ચે રમાનાર છે. બંને ખેલાડીએ પોત પોતાની મેચ જીતીને ફાઇનલમાં કુચ કરી લીધી છે. સેરેના વિલિયમ્સ હજુ સુધી ૨૩ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકી છે અને હવે ૨૪મી ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેની નજીક પહોંચી ગઇ છે. તેની હરિફ ખેલાડી પર જીત મેળવીને તે ઇતિહાસ સર્જવા માટે ઉત્સુક છે. જો તે યુએસ ઓપનમાં મહિલા સિગલ્સનો તાજ જીતી લેશે તો મહિલા વર્ગમાં માર્ગારેટ કોર્ટના સૌથી વધારે ગ્રાન્ડ  સ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરી લેશે. ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના નામ પર ૨૪ ગ્રાન્ડ સ્લેમ છે. સેરેના વિલિયમ્સ હજુ સુધી ૩૨ ફાઇનલ ગ્રાન્ડ સ્લેમમાં રમી ચુકી છે. ૨૩ ફાઇનલમાં તેની જીત થઇ છે. સેરેનાના નામ પર તમામ ગ્રાન્ડ સ્લેમ રહેલા છે. બીજી બાજુ પુરૂષોના વર્ગમાં સ્પેનના રાફેલ નડાલ અને મેદવેદેવે પોત પોતાની મેચ જીતીને ફાઇનલમાં કુચ કરી છે. તેમની વચ્ચેની ફાઇનલ મેચ હવે નવમી સપ્ટેમ્બરના દિવસે રમાનાર છે. બિયાંકા સેરેનાને જોરદાર પડકાર ફેંકવા માટે તૈયાર છે. જો કે સેરેના હોટફેવરીટ બનેલી છે.  યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની  સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે.આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક  પણ રહેશે.ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરાઇ છે. મહાન ખેલાડી  સેરેના વિલિયમ્સને વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેની તક રહેલી છે. સિલિક પણ ચાર સેટોમાં હારી ગયો છે. છઠા ક્રમાકિત જર્મનીના જ્વેરેવની પણ હાર થઇ છે. આ વખતે જોકોવિક ખસી જતા અને ઓસાકા હારી જતા હવે પુરૂષો અને મહિલા બંને વર્ગમાં નવા ચેમ્પિયન બનનાર છે.. આ વખતે યુએસ ઓપનમાં સૌથી વધારે અપસેટ સર્જાયા છે. શરૂઆતથી આની શરૂઆત થઇ હતી. સૌથી પહેલા વર્તમાન ચેમ્પિયન જોકોવિક ઘાયલ થઇ જતા તેને ખસી જવાની  ફરજ પડી હતી. ત્યારબાદ ફેડરરની પણ કારમી હાર થઇ ગઇ હતી. બિયાંકા શારાપોવાને પાછળ છોડી દેવા માટે તૈયાર છે. બિયાંકા જો જીતી જશે તો રશિયાની મારિયા શારાપોવા બાદ યુએસ ઓપનનો તાજ જીતનાર સૌથી નાની વયની મહિલા ખેલાડી બની જશે. સેરેના વિલિયમ્સ નવ વખત ફાઇનલ મેચ રમી ચુકી છે જેમાં સાતમાં તેની જીત થઇ છે. યુએસ ઓપનની ફાઇનલ પર હવે ટેનિસ પ્રેમીઓની નજર કેન્દ્રિત છે.

Previous articleબાર્સેલોના સાથે મેસીએ ૪ વર્ષનો કરાર કર્યો
Next articleલેગ સ્પીનર અબ્દુલ કાદીરના નિધનથી ભારે આઘાતનું મોજુ