ગુજરાતના ૧૧૧ વોકલિસ્ટે રાગ કેદારની બંદિશ ગાઇ સર્જ્યો ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ

425

અમદાવાદના શિવાનંદ આશ્રમમાં પહેલી વાર ૧૧૧ વોકલિસ્ટે એકસાથે ગાયનની પ્રસ્તૃત્તિ કરતાં શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. ૧૧૧ વોકલિસ્ટે વલ્ડૅ રેકોર્ડ બનાવવા ૬ મહિનાથી પ્રેકટિસ સખત પ્રેકિટસ કરી. તેમની મહેનત રંગ લાવી અને તેઓને ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. અમદાવાદમાં શાસ્ત્રીય સંગીત જાણનાર અને માણનાર એક અલગ જ વર્ગ છે. કહેવાય છે જે લોકો સંગીતને જાણે છે તે શાસ્ત્રીય સંગીતના દિવાના હોય છે. કારણ કે શાસ્ત્રીય સંગીતમાં શબ્દ નહીં પરંતુ ધ્વનિ અતિ મહત્વ ધરાવે છે. અન્ય સંગીતમાં ગાયન અને તેનાં શબ્દો કોઈ ચોકક્સ વિષયની અભિવ્યક્તિ કરતા હોય છે. જ્યારે શાસ્ત્રીય સંગીતમાં શબ્દોનાં અર્થ અને તે દ્રારા અભિવ્યક્તિ થતાં વિષયના બદલે સ્વરના આરોહ અવરોહને વધુ મહત્વ આપવામાં આવે છે.આ આરોહ અવરોહ સાથે અમદાવાદનાં ૧૧૧ જેટલાં વોકલિસ્ટે એ કરી બતાવ્યું કે ગુજરાતને ગૌરવ અપાવી રહ્યું છે. અમદાવાદના શાસ્ત્રીય સંગીત શીખતાં ૧૧૧ વોકલિસ્ટે એક જ સ્ટેજ પર બેસીને જય જય સૂત ગણેશની બંદિશને રાગ કેદારમાં રજુ કરી. આ બંદિશ મેવાતી ઘરાનાની હતી. જે શાસ્ત્રીય સંગીતના માધાંતા પંડિત જસરાજજીના પિતાજી મોતીરામજી છે.અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના ગુરુજી વિકાસ પરીખ સ્વરાયલ નામની  શાસ્ત્રીય સંગીત શીખવવા માટેની સંસ્થા ચલાવે છે. થોડા દિવસ પહેલાં ગુરુ વિકાસ પરીખે વર્ષોથી શાસ્ત્રીય સંગીત શીખવા આવતાં તાલીમાર્થીઓને તાલીમ આપીને અનોખો વિશ્વ રેકોર્ડ સર્જવાનું નક્કી કર્યુ હતું. જેમાં છેલ્લાં ૬ મહિનાથી દર રવિવારે પ્રેકટિસ કરીને તાલીમાર્થીઓને એકસાથે શાસ્ત્રીય સંગીતની બંદિશને ગાવાની પ્રેકટિસ આપી હતી.ગુજરાતનો આ પહેલો એવો રેકોર્ડ છે. જેમાં શાસ્ત્રીય સંગીત શીખતાં ૧૧૧ વોકલિસ્ટે એકસાથે કોઈ રાગ પર ૧૯.૧૫ મિનિટ સુધી ગાયું હોય. આ માટે કઠીન તપશ્વર્યા અને સ્વરની સાચવણ ખૂબ જ જરુરી હોવાથી તમામ વોકલિસ્ટે ઝીણવટભર્યુ ધ્યાન રાખીને રાગને આલાપ્યો હતો.

Previous articleદીકરીને જન્મ આપતા પરિણીતાને માર મારી સાસરિયાઓએ કાઢી મૂકી
Next articleગણેશ વિસર્જન સમયે વાત્રક નદીમાં ડૂબેલા ૬ યુવકોનાં મૃતદેહ મળી આવ્યા