રાજ્યના હાથશાળ અને હસ્તકલાક્ષેત્રે કાર્યરત કલાકારોની કલા કામગીરીને સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ હસ્તકલાના વિવિધ આર્ટીકલનું ગરવી ગુજરાત, ક્રાફટ બજાર તેમજ એમેઝોન જેવા વૈશ્વિક પ્લેટફોર્મના માધ્યમથી રીટેઇલ અને ઓન લાઇન વેચાણની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતની કલાકારીગીરીનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધે, તેનો સર્વાંગી વિકાસ થાય તેમજ કારીગરોને યોગ્ય પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતની અલગ અલગ ક્રાફટને આવરી લઇને ગુજરાત હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફટ મુજબ એવોર્ડ આપવાનું નક્કી કરાયું છે. જેમાં ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ / ચર્મકામ / અર્થન / લાકડુ તથા વાંસકામ મેટલ ક્રાફટ, અન્ય ક્રાફટ, મહિલા કારીગર, યુવા કારીગર તેમજ લુપ્ત થતી કલા જેવી સાત કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે, તેમ ઉદ્યોગ અને ખાણ વિભાગના ઉપસચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.
રાજ્ય ક્ક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭, વર્ષ-૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ એમ છેલ્લા ત્રણ વર્ષના કુલ ૧૧-૧૧ એવોર્ડ માટે હાથશાળા-હસ્તકલા કારીગરોની પસંદગી કરવામાં આવી છે. જે આ મુજબ છેઃ