ભારતે મોકલેલું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરવાની થોડી સેકંડો પહેલાં ચંદ્રયાન-૨ સાથેનો પૃથ્વી પરના વિજ્ઞાનીઓનો સંપર્ક તૂટી જતાં ઇસરોના ચેરમેન કે સિવન અપસેટ થઇ ગયા હતા અને ત્યાં હાજર રહેલા વડા પ્રધાનના ખભે માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યા હતા. વડા પ્રધાને એમને શાંત પાડ્યા હતા અને એમનો ઉત્સાહ વધાર્યો હતો. ચંદ્રયાન ટુ સાથેનો સંપર્ક તૂટ્યો ત્યારે ઇસરોના બેંગાલુરુ ખાતેના વડા મથકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હાજર હતા.