ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમના લેન્ડિંગથી અંદાજે ૨.૧ કિલોમીટર પહેલાં સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ પીએમ મોદીએ ઇસરો હેડક્વાર્ટરમાંથી વૈજ્ઞાનિકોની સાથે દેશને સંબોધિત કર્યો. પીએમે ભારત માતાની જયના ઉદ્ઘોષ સાથે પોતાની વાત શરૂઆત કરી હતી. પીએમે કહ્યું તમે એ લોકો છે જે મા ભારતીની જય માટે જીવો છો. તમે એ લોકો છો જે મા ભારતીની જય માટે ઝઝૂમે છે. મા ભારતીની જય માટે જજ્બા ધરાવો છે. મા ભારતીનું માથું ઊંચું થાય તેના માટે આખું જીવન ખપાવી દીધું છે. મા ભારતી માટે તમે તમારા સપનાને સમાહિત કરી દો છો. ચંદ્રયાન-૨ને પગલે હવે ચંદ્રને ગળે લગાવવાની ઈચ્છા વધુ પ્રબળ બની છે.
પીએમે કહ્યું કે હું ગઇકાલે રાત્રે તમારી મનોસ્થિતિને સમજી રહ્યો હતો, તેમના ચહેરા પર ઉદાસી હું વાંચી શકતો હતો. આથી હું તમારી વચ્ચે વધુ સમય રહી શકયો નહીં. છતાંય મારું મન કરતું હતું કે સવારે તમને બોલાવું અને તમારી સાથે વાત કરું. આ મિશનની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ એક અલગ અવસ્થામાં હતું. બહુ જ બધા પ્રશ્નો હતો. મોટી સફળતાની સાથે આગળ વધો છો, અચાનક બધું જ બદલાઇ જાય છે. હું પણ આ પલને તમારી સાથે જીવ્યો.
પીએમ મોદીએ કહ્યું કે મેં જોઇ રહ્યો હતો ત્યારબાદ પણ તમને લાગી રહ્યું હતું કે કંઇક તો થશે. કારણ કે તેની પાછળ તમારો પરિશ્રમ હતો. પીએમે કહ્યું કે આ મિશનમાં ભલે થોડીક રૂકાવટ આવી હોય, પરંતુ આનાથી આપણો હોંસલો નબળો પડ્યો નથી. પરંતુ મજબૂત થયો છે. ભલે છેલ્લાં પગલાં પર રૂકાવટ આવી હોય, પરંતુ આપણે ડગયા નથી.
પીએમે કહ્યું કે હવે કયારેય સાહિત્યમાં આજની ઘટનાનો ઉલ્લેખ થશે તો એ જ કહેવાશે કે આપણા ચંદ્રનું એટલું રોમેન્ટિક વર્ણન થયું કે ચંદ્રમા પણ ચંદ્રયાનને ગળે લગાવવા દોડી પડ્યું. પીએમે કહ્યું કે ચંદ્રમાના આગોશમાં લેવાનું સંકલ્પ આજે મજબૂત થયો છે. છેલ્લાં કેટલાંક કલાકોથી આખો દેશ જાગી રહ્યો છે. આપણે આપણા દેશના વૈજ્ઞાનિકોની સાથે ઉભા હતા. આપણે ચાંદની ખૂબ જ નજીક આવ્યા પરંતુ આપણે હજુ વધુ આગળ વધવાનું છે. આપણને આપણા વૈજ્ઞાનિકો અને સ્પેસ પ્રોગ્રામ પર ગર્વ છે.
પીએમે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે જ્યારે સ્પેસની વાત હોય છે તો ‘ધ બેસ્ટ યે ટુ કમ’ (હજુ તો સૌથી સારું થવાનું બાકી છે.) ભારત તમારી સાથે છે. તમે એવા લોકો છે જેમણે દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. તમે દેશને હસવાની કેટલીય તક આપી છે.પીએમે કહ્યું કે તમે લોકો માખણ પર નહીં પથ્થર પર લકીર બનાવનારા લોકો છો. તમે એટલા નજીક આવી ગયા, જેટલા જઇ શકતા હતા. હું સ્પેસ સાયન્ટિસ્ટના પરિવારોને પણ સલામ કરું છું. તેમનું મૌન પરંતુ મજબૂત સમર્થનથી આપણે અહીં સુધી પહોંચી શકયા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે દેશને પોતાના વૈજ્ઞાનિકોના પ્રયાસો પર ગર્વ છે. મોદીએ કહ્યું મેં પહેલાં પણ કહ્યું હતું આજે ફરી કહી રહ્યો છું હું તમારી સાથે છું. દેશ તમારી સાથે છે.