લેકાવાડામાં એક બુટલેગરે ભેંસોના તબેલામાં ભોયરૂ બનાવી દારૂ સંતાડી વેચાણ કરતો હતો. ચિલોડા પોલીસે બાતમીના આધારે રેડ કરી રૂપિયા ૮૦ હજારના દારૂ સાથે ૩.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજ્યમાં વાર તહેવારના દિવસે દારૂનુ ચલણ વધતુ જાય છે. તહેવારના દિવસોમાં ડબલ ભાવ મળતો હોય છે. ત્યારે બુટલેગરો પણ ડબલ તાકાત અજમાવી દારૂનો સ્ટોક લાવતા હોય છે.લેકાવાડામાં ધૂળેટીના દિવસે ચિલોડા પોલીસ સ્ટેશના એલ ડી વાઘેલાની ટીમના હિતેશભાઇને બાતમી મળી હતી કે લેકાવાડામાં એક બુટલેગરે ભેંસના તબેલામાં ભોયરૂ બનાવી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમે લેકાવાડામાં રેડ કરવામાં આવી હતી. જેમાં ઢાળીયામાં જમીનમાં બનાવેલા ભોયરામાં વિદેશી દારૂ તથા બિયર મળી કુલ૭૯.૭૦૦ની કિંમતનો મળી આવ્યો હતો.
લેકાવાડમાં રેડ કરવામાં આવી હતી ત્યારે અજયસિંહ વિક્રમસિંહ વાઘેલા, રોહિતસિંહ વિક્રમસિંહ વાઘેલા (બંન્ને રહે, લેકાવાડા) મહેશ રમેશજી વાઘેલા (રહે, સેક્ટર ૧૫ ફતેપુરા) વિષ્ણુ જયંતિ ઠાકોર, રાજુ ભોપાજી ઠાકોર (બંને રહે, ઉવારસદ)ને સ્થળ ઉપરથી ઝડપી લેવાયા હતા. જ્યારે ઇગ્લીશ દારૂ આપનાર અરવિંદ ઉર્ફે જોબર શકરાજી ઠાકોર (રહે, ખોરજાપરા, કલોલ) અને રણવીરસિંહ કલ્યાણસિંહ વાઘેલા (રહે, લેકાવાડા)એ દારૂ લાવી આપ્યાની માહિતી મળતા ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી.