આજરોજ ભાવનગર ,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહરે વિસ્તાનરમાં વાહન ચોરીના શકદારોની હકિકત મેળવવા તથા નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવા પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ગાંધીગ્રામ પો.સ્ટે. ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રીયાઝ રસુલભાઇ મલેક રહે.ભાવનગર ભીલવાડા સર્કલ પાસે સફેદ કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા રાખોડી કલરનુ પેન્ટ પહેરેલ છે અને.તે ભીલવાડા સર્કલ અજય ટોકીઝ ની સામે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ પંચો સાથે બાતમી વાળી જગ્યા ઉપર જતા મજકુર ઇસમને હાજર મળી આવતા પકડી લઇ તેનું નામ/સરનામુ પુછતા રીયાઝ રસુલભાઇ મલેક જાતે-સીપાઇ ઘંઘો-ડ્રાઇવીંગ ઉવ. ૪૧ રહે.જમનાકુંડ જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ ગુલીસ્તા એપાર્ટ મેન્ટ ભાવનગર વાળો હોવાનું જણાવે. છે. મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુન્હો નોઘનયેલ હોય મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પો.સ્ટે. ભાવનગર ને સોપી આપેલ છે. અને રાજકોટ શહેર ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશન ને જાણ કરવા તજવીજ કરેલ છે.