ચાંગા ખાતે ફાર્મા વિઝન-૨૦૧૯ના દ્વિ દિવસીય નવમા રાષ્ટ્રીય સેમિનારનો  પ્રારંભ કરાવતા : પટેલ

463

નીતિનભાઇ પટેલે આધુનિક ટેકનોલોજીનો વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નેશીલ છે. ફાર્મસી ક્ષેત્રે દવાઓના ઉત્પામદનમાં સમગ્ર દેશમાં ગુજરાત ૩૩ ટકા દવાઓનું ઉત્પોદન કરે છે અને નિકાસમાં તેનો હિસ્સો? ૨૮ ટકા છે જે વિદેશી હૂંડિયામણ વધારવામાં મદદરૂપ બન્યુંદ હોવાનું જણાવી દવાઓના ઉત્પોદન ક્ષેત્રે ગુજરાત ફાર્માનું હબ બન્યુોં હોવાનું કહ્યું હતું.

ચાંગા ખાતે ચારૂસેટ સંલગ્ન રમણભાઇ પટેલ કોલેજ ઓફ ફાર્મસીના યજમાનપદે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહયોગથી આયોજિત દ્વિ દિવસીય નવમા રાષ્ટ્રી ય ફાર્મા વિઝન-૨૦૧૯નો રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની ઉપસ્થિીતિમાં પ્રારંભ કરાવ્યો્‌ હતો. નાયબ મુખ્યો મંત્રીનીતિનભાઇ પટેલે રાજય સરકારે શિક્ષણના વિકાસ પાછળ રૂ. ૩૦ હજાર કરોડનું બજેટ ફાળવીને રાજયના તમામને સારામાં સારૂં શિક્ષણ મળી રહે તે માટે તઓની સારી સગવડતા મળી રહે તે માટે સમરસ હોસ્ટેહલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનો ઉલ્લે ખ કરી કોઇપણ ગરીબ-મધ્યરમ વર્ગનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્ચપ શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકારે અનેક પગલાં ભરી રહી હોવાનું કહ્યું હતું.

નીતિનભાઇ પટેલે અગાઉ મેડીકલ ક્ષેત્રે ૧૨૦૦ મેડીકલ સીટો હતી જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર , કર્ણાટક, તામિલનાડુ જેવા રાજયમાં જવું પડતું હતું તેમાંથી તેઓને મુકિત અપાવી આજે ગુજરાતમાં ૫૫૦૦ સીટો સહિત  ફાર્મસી, ડેન્ટટલ, નસ’ગ જેવા દરેક ક્ષેત્રોમાં પણ સીટો વધારવામાં આવી હોવાનું કહ્યું હતું. ચુડાસમાએ માહિતી અને ટેકનોલોજીના યુગમાં ફાર્મા ક્ષેત્રે નવા સંશોધનો અને કાર્યો કરવા યુવાનોને આહવાન કરી યુવાનોને રાષ્ટ્ર  નિર્માણમાં પોતાની ફરજો અને જવાબદારીઓ સમજીને સમાજ તમારા તરફથી જે આશા રાખે છે તે જવાદારીઓ અને ફરજો નિભાવી પોતાના અધિકારો પ્રતિ જાગૃત રહેવા કહ્યું હતું.

ચુડાસમાએ વિદ્યાર્થીઓને કોઇ આપણી પર વિશ્વાસ મૂકતું હોય છે ત્યાજરે કોઇપણ કામમાં જવાબદારીઓ વફાદારીપૂર્વક અદા કરી શિસ્ત બધ્ધન રીતે કોઇપણ ક્ષેત્રે આગળ વધવાનું જણાવી એક સ્વોસ્થં-સ્વપચ્છી સમાજનું નિર્માણ કરવાના કાર્યમાં સહભાગી બનવા કહ્યું હતું.  ચુડાસમાએ યુવાનોને સમાજમાં અનેક પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું સમાધાન હોઇ નિરાશ ન થતાં તેનું નિરાકરણ લાવી રાજય-રાર્ષ્ટ નિર્માણના કાર્યમાં સહયોગ નવા સંશોધનો અને કાર્ય થકી આગળ વધવા જણાવ્યું  હતું.

આ પ્રસંગે ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર ભાઇ પટેલ, ચારૂસેટના એડવાઇઝર ડૉ. બી. જી. પટેલ, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેંલરશ્રીઓ, ખંભાતના ધારાસભ્યદ મયુરભાઇ રાવલ, પૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલ અને સી.ડી.પટેલ, માજી ધારાસભ્ય   સંજયભાઇ પટેલ, જિલ્લાા અગ્રણી  મહેશભાઇ પટેલ, ચારૂસેટના કેળવણી મંડળના ટ્રસ્ટીપઓ, એબીવીપીના ઝોનલ ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી સુરેન્દ્ર  નાઇક, ચારૂસેટની વિવિધ ફેકલ્ટીરઓના ડીન, પ્રાધ્યાપકઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિાત રહ્યા હતા.

Previous articleહેરિટેજ ગણપતિ આકર્ષણનું કેન્દ્ર
Next articleવલભીપુરમાં ગણેશોત્સ્વની ઠેર-ઠેર સ્થાપના કરી ઉજવણી : ધાર્મિક કાર્યક્રમો