યજ્ઞેશભાઈ ઓઝાનો હરિદ્વારા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો

427

રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચા, ઉદ્યોગપતિઓ અને પત્રકાર અમરૂભાઈ બારોટ દ્વારા યજ્ઞેશભાઈ ઓઝાનો હરિદ્વારા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો

રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચા દ્વારા હરિદ્વારમાં ચાલતી પ્રખર ભાગવતા ચાર્ય યજ્ઞેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથાના આજે છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહનો દિવ્ય મહોત્સવ યોજાયો. જેમાં આજે સુરતના ઉદ્યોગપતિ મોહનભાઈ ગાંધી, ઘનશ્યામભાઈ ધારેશ્વર અને રાજુલાના પત્રકાર અમરૂભાઈ બારોટ દ્વારા કથાના આયોજક ભરતભાઈ બોરીચાનું ઉદ્યોગપતિ મોહનભાઈ ગાંધી, ઘનશ્યામભાઈ ધારેશ્વર અને રાજુલાના પત્રકાર અમરૂભાઈ બારોટ દ્વારા ભરતભાઈ મેરામભાઈ બોરીચા અને મેરામભાઈ બોરીચાને આકર્ષક  સુર્યનારાયણનો આકર્ષક મોમેન્ટો આપી તેમજ ભગવાતાચાર્ય વકતા જીગ્નેશદાદાને તેમજ વાવડી મહંત બાબાભાઈ બાપુનું શાલ ઓઢાડી સન્માન કરાયું તેમજ ઉદ્યોગપતિ મોહનભાઈ ગાંધીનું શાલ ઓઢાડી સન્માન કરાયું તેમજ ઉદ્યોગપતિ મોહનભાઈ ગાંધી તેમજ ઘનશ્યામભાઈ ધારેશ્વરનું સન્માન પત્રકાર અમરૂભાઈબારોટ દ્વારા કરાયું તેમજ આજે તા. ૭-૯-ર૦૧૯ના પવિત્ર ગંગાઘાટ પર ચાલતી શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાન યજ્ઞની પુર્ણ આહુતિ અપાઈ તેમજ આ કથા મહોત્સવમાં રાજુલા હેમાળ ધારેશ્વરના ઉદ્યોગપતિઓ હજારો રાજુલા, જાફરાબાદ સુરત સહિત ભરતભાઈના મિત્રો હજારો મુમુક્ષોની હાજરીમાં આજે શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની પુર્ણઆહુતિ અપાઈ છે.

Previous articleરાણપુર એ.પી.એમ.સી.ચુંટણીમાં ૨૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી
Next articleએસ.ટી. દ્વારા જાફરાબાદથી ભુજ બસ મુકાતા લોકોમાં હર્ષની લાગણી