સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ-૮ અને ૯ નાં વિદ્યાર્થીઓએ કલ્યાણ પ્રાદેશિક સમુદાય વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર દ્વારા આયોજીત જીલ્લા કક્ષાનો નેશનલ રૂરલ આઇ.ટી ક્વિઝ-૨૦૧૯ તેમજ નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૯ માં ભાગ લઇ શાળાનું તેમજ તાલુકાનું નામ રોશન કરેલ છે.નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૯ માં આવર્ત કોષ્ટકના રાસાયણીક તત્વોની માનવ કલ્યાણ પર અસર વિષય પર સેમીનારનું આયોજન થયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ રસ પુર્વક ભાગ લીધો હતો.આ આઇ.ટી ક્વિઝ અને સાયન્સ સેમીનારમાં ધોરણ-૮ અને ૯ નાં વિદ્યાર્થી જાદવ કર્મ અમિતભાઇ, સરવૈયા યોગીરાજસિંહ કુલદિપસિંહ, કુરેશી ફિઝા રસુલભાઇ, રાજ્યગુરૂ કૃપા રામેશ્વરભાઇ એ ભાગ લીધો હતો. તેમના માર્ગદર્શક શિક્ષક તરીકે પાલ સતીષભાઇ અને ભાટ્ટી ચંદ્રેશભાઇ એ ભારે જહેમત ઉઠાવી હતી.