રાજુલાથી ચારનાળા ૪ કી.મી.ના રોડની બિસ્માર હાલતથી જનતા ત્રાહીમામ

737

રાજુલાથી ચારનાળા ર-ર ફુટના ખાડા જાફરાબાદ કે સોમનાથ ફોરટ્રેક રોડ કોન્ટ્રાકટરના પાપે ચાર કી.મી.ની એક કલાકમાં પહોંચાય છે. બન્ને તાલુકાની જનતા ત્રાહીમામ કરણભાઈ પટેલ દ્વારા આંદોલના ભણકારા સેવાઈ રહ્યા છે.

રાજુલાથી ચાર નાળા માત્ર ચાર જ કિલોમીટર થાય છે. ચાર કિલોમીટર રોડ કાપતા અડધો કલાક થાય છે. પ્રાપ્ત વિગત મુજબ આ રસ્તો હાલ નેશનલ હાઈવેમાં આવેલ હોવાથી સ્થાનિક બાંધકામ તંત્ર રીપેરીંગ કરવા બાબતે હાથ ઉંચા કરી દીધા છે. અધિકારી કહે છે કે હવે અમે નેશનલ હાઈવેને આ રોડ સોંપી દીધું છે. નેશનલ હાઈવેના અધીકારીઓ આ કામ રીપેરીંગ કરવામાં ઠાગાઠૈયા કરે છે. આ રોડ ઉપર માટીના ખેલી હોવાથી આ રોડ ઉપરથી પસાર થતા ટ્રકો ડમ્ફરઓ રોડ ઉપર માટીમાં સલવાઈ જાય છે અને રસ્તાઓ પણ બંધ થઈ જાય છે અને કલાકો ટ્રાફિક જામ થઈ જાય છે. ફુટ ફુટ ખાડા પડેલા હોવાથી ફોરવીલ ટુ-વીલ અને એસ.ટી. બસ તંત્ર ખુબ જ હેરાત પરેશાન થઈ રહ્યા છે. આ રોડ ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓને માત્ર આ રસ્તો રિપેરિંગ કરવામાં રસ કેમ નથી તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે. નેશનલ હાઈવે રોડ રીપેરીંગ નહીં કરે તો, આ વિસ્તારમાં આવતા ઉદ્યોગીમાં ટ્રાન્સપોર્ટ, અગ્રણી અને માજી તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ પટેલ ૧પ દિવસમાં નેશનલ હાઈવેના અધીકારીઓ આ રોડ રિપેર નહીં કરે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. રાજુલા-જાફરાબાદ વિસ્તારના વાહનચાલકો દ્વારા આ કોન્ટ્રાકટર અને નેશનલ હાઈવેના અધિકારીઓ સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વાહનચાલકોએ પાઠવી છે.

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ સ્કુલના વિદ્યાર્થીઓએ નેશનલ રૂરલ આઈ.ટી કવિઝ, નેશનલ સાયન્સ સેમિનારમાં ભાગ લીધો
Next articleમાનસમાં વેદ દ્રશ્યમાન થાય છે- પૂજ્ય મોરારીબાપુ