ઋતિક રોશન આ દિવસોમાં પોતાની ફિલ્મ વોરનાં પ્રમોશનમાં લાગેલો છે અને અને કેટરિના પણ તેનાં કામમાં વ્યસ્ત છે. બોલિવૂડની આ જોડીએ બેંગ બેંગ અને જિંદગી ના મિલેગી દોબારા જેવી હિટ ફિલ્મો આપી છે. પરંતુ હવે ઋતિકે કેટરિના વિશે એક જબરદસ્ત વાત કહી અને જે ચર્ચાનો વિષય બની ગયો છે. ઋતિકે કેટરિનાને માત્ર બહારથી સુંદર અને અંદરથી મજૂર છે એવું કહ્યું.
બન્યું એવું કે કેટરિના અને ઋતિક શુક્રવારે એક ઈવેન્ટનો ભાગ બન્યા હતા. કેટરિના ત્યા હાજર જ હતી અને ઋતિક વીડિયો કોલ દ્વારા ઈવેન્ટનો ભાગ બન્યો હતો. એવામાં પોતાની કોસ્ટાર કેટરિના વિશે બોલતા ઋતિકે કહ્યું કે, હું અવાર નવાર કેટરિના વિશે આ વાત કરૂ છું અને તે પોતે આ વાતને બેઈજ્જતી માની લે છે. પરંતુ હું આ વાત એના વખાણ અને સન્માનની રીતે કહું છું. હું કેટરિનાને એક મજદુર કહું છું. તે આપણી વચ્ચે એક સારા કર્મચારી જેવી છે.
ઋતિકે આગળ કહ્યું કે, તે માત્ર બહારથી જ હોટ અને એટલી સુંદર છે, પરંતુ અંદરથી તો ક્યાંય ને ક્યાંક તે એક મજદુર જેવી છે. તે અંદરથી એક એવી શખ્સ છે કે જે પોતાના કામ માટે તનતોડ મહેનત કરે છે. ઋતિકે કહ્યું કે તે એટલી જોરદાર મહેનત કરે છે કે મારા માટે કામ આસાન થઈ જાય છે.