સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને વર્ષ ૨૦૧૮માં ફિલ્મ કેદારનાથથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં સુશાંત સિંહ રાજપૂત હતો. તે સમયે બંને એકબીજાની નજીક આવી ગયા હોવાના રિપોર્ટ હતા, જો કે આ લાંબો સમય સુધી ચાલ્યું નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. લાગે છે કે આ વાતને લઈને સુશાંતને હજુ પણ સારા પર ગુસ્સો છે કારણ કે તે સારા સાથે કામ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે એક ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ બંનેને એકસાથે એડ ફિલ્મમાં લેવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બ્રાન્ડ પહેલા ઓફરને લઈને સુશાંત સિંહ રાજપૂત પાસે પહોંચી હતી, જે તેણે ફગાવી દીધી હતી.
રિપોર્ટ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂત સારા અલી ખાન સાથે બીજીવાર સ્ક્રીન શેર કરવા માગતો નથી. ઉલ્લેખનીય છે કે સુશાંત હાલ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કેટલાક સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે સારા અલી ખાનની મમ્મી અમૃતા સિંહને આ રિલેશનશિપને લઈને વાંધો હતો. જો કે બંનેમાંથી કોઈએ પણ પબ્લિકમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નથી.