જ્યારે તકલીફ હોઉં છું ત્યારે સલમાનને ખબર પડી જ જાય છેઃ કેટરિના કૈફ

501

સલમાન ખાન અને કેટરિના કૈફની અફવા બોલિવૂડમાં એટલી ઉડી કે વાત ન પુછો. એ પછી રિયલ લાઈફમાં હોઈ કે સિનેમાના પડદા પર. ઓલએવર આ જોડી પરદા પર હિટ પણ એટલી જ રહી છે. પરંતુ આ વખતે કોઈ અફવા નથી ઉડી કે પછી કોઈ સુત્રો દ્વારા માહિતી મળી નથી પરંતુ ખુદ કેટરિનાએ છે એવું કહી દીધું.

જો કે સોશિયલ મીડિયા યૂઝર્સ અને તેમના પ્રશંસકો દ્વારા તેમના સંબંધો વિશે વાત કરવામાં આવે છે પરંતુ તે બંનેએ હંમેશા આવા અહેવાલોને અફવા ગણાવી છે. આ દરમિયાન કેટરિના કૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના અને સલમાન ખાન વચ્ચે શું સંબંધ છે.

એક ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું હતું કે સલમાન ખાન સાથેની તેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી હકીકત જીવનમાં નથી. સલમાન ખાનની પ્રશંસા કરતી વખતે કેટરીનાએ કહ્યું કે સલમાને મારી દરેક રીતે મદદ કરી છે. મિત્ર હોવાને કારણે તેણે ખરેખર મને સારૂ પીઠબળ આપ્યું છે. મારા જીવનમાં કેટલાક સમય એવા પણ હતા જ્યારે જીવનમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હોય.

કેટરિનાએ કહ્યું કે ક્યારેય એવી સ્થિતિ હોઈ કે મારી પાસે કોઇ સંપર્ક ન હોય. પરંતુ હું જ્યારે પણ મુશ્કેલીમાં હોઉં ત્યારે સલમાન ખાનને ખબર પડી જ જતી અને એણે મારી તમામ મદદ કરી છે. કેટરિના કૈફે કહ્યું કે અમે બંને ખૂબ સારા મિત્રો છીએ. સલમાન ખાન એક વિશ્વસનીય વ્યક્તિ છે અને તેથી જ હું તેની સાથે છે.

Previous articleસુશાંત રાજપૂતે સારા અલી ખાન સાથે કામ કરવાનો ઇન્કાર કર્યો
Next articleહું ભૂલથી પુરુષ ટૉયલેટમાં ઘૂસી ગઇ હતીઃ નુસરત ભરુચા