શાનદાર યોગદાન માટે ધોની યોગ્ય વિદાયનો હકદાર છેઃ અનિલ કુંબલે

451

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલેનું કહેવું છે કે દિગ્ગજ વિકેટકિપર બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોની ને ક્રિકેટથી યોગ્ય વિદાય મળવી જોઈએ. કુંબલેએ કહ્યું કે, તેમને એ વાતનો પાકો વિશ્વાસ નથી કે ધોની હાલની ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદાર છે. એવામાં સિલેક્ટરોને તેના ભવિષ્યને લઈને ચર્ચા કરવી જોઈએ. કુંબલેએ તેની સાથે જ કહ્યું કે ક્રિકેટમાં શાનદાર યોગદાન માટે ધોની યોગ્ય વિદાયનો હકદાર છે અને તેના માટે સિલેક્ટરોએ તેની સાથે વાત કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના ભવિષ્યનો ચર્ચાનો વિષય છે અને સિલેક્ટરોએ આ વાતની સંકેત આપ્યા છે કે તેઓ આગળનું વિચારી રહ્યા છે. કુંબલેએ ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવા વિશે પૂછતાં કુંબલેએ ક્રિકેટનેક્સ્ટને કહ્યું કે, મને લાગે છે કે પંતે ચોક્કસપણે વિકેટકિપર-બેટ્‌સમેન તરીકે મજબૂત દાવો રજૂ કર્યો છે. ખાસ કરીને ટી૨૦ ફોર્મેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. એવામાં ધોની સાથે વાતચીત કરવાની જરૂર છે. તે સારી વિદાયનો હકદાર છે અને તમારે તેની સાથે વાત કરવી જોઈએ. કુંબલે ઈચ્છે છે કે સિલેક્ટરો આગામી કેટલાક મહિનાઓમાં ભવિષ્યને લઈને સ્થિતિ સ્પષ્ટ કરે. તેઓએ કહ્યું કે, ટીમ માટે સિલેક્ટરોએ યોજનાઓ વિશે ચર્ચા કરવી જોઈએ કારણ કે એ મહત્વપૂર્ણ છે કે તેના વિશે વ્યવસ્થિત રીતે જણાવવામાં આવે. જો સિલેક્ટરોનું માનવું છે કે ધોની ટી૨૦ વર્લ્ડ કપની યોજનામાં ફિટ બેસે છે તો મને લાગે છે કે તેણે દરેક મેચમાં રમવું જોઈએ.

Previous articleઆઈસીસી મહિલા ટી-૨૦ વિશ્વકપનો અંતિમ કાર્યક્રમ જાહેર
Next articleદલાલસ્ટ્રીટની દિશાને લઇને બધા કારોબારી ઉત્સુક : આંક પર નજર