શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર જોવા મળી શકે છે જેમાં માઇક્રો ડેટા, એફપીઆઈ પ્રવાહનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળો દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. મૂડીરોકાણકારો અમેરિકા અને ચીનની મંત્રણા ઉપર ઘટનાક્રમને લઇને નજર રાખી રહ્યા છે. સાથે સાથે યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવનાર પેકેજ ઉપર પણ નજર રાખી રહ્યા છે. એક સપ્તાહના ગાળા દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૫૧ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૩૬૯૮૨ રહી હતી. નિફ્ટીમાં ૭૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૯૪૬ રહી હતી. આગામી સપ્તાહમાં શેરબજારમાં મંગળવારના દિવસે મોહર્રમની રજા આવશે. સોમવારના દિવસે છેલ્લા સપ્તાહમાં ગણેશ ચતુર્થીની રજા રહી હતી. જરૂરી ડેટા આ સપ્તાહમાં જ જારી કરવામાં આવનાર છે જેમાં સીપીઆઈ, આઈઆઈપી ડેટાનો સમાવેશ થાય છે. જુલાઈ મહિના માટે ફેક્ટરી ઉત્પાદનને ડેટા તથા ઓગસ્ટ મહિના માટે રિટેલ ફુગાવાના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. સીપીઆઈ ફુગાવાનો આંકડો ૩.૧૫ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે જે અગાઉના મહિનામાં પણ આજ સ્થિતિ ઉપર રહ્યો હતો. આવી જ રીતે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. જુલાઈ મહિનામાં તે ૨.૬ ટકા રહી શકે છે. બીજી બાજુ બ્રિટનમાં બ્રેગ્ઝિટના ડ્રામાને લઇને સ્થિતિ પ્રવાહી બનેલી છે. આવતીકાલે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ઓક્ટોબરના મધ્યમમાં સામાન્ય ચૂંટણીની માંગ કરી શકે છે. આ સપ્તાહમાં જ જોન્સને સંસદીય બહુમતિ ગુમાવી દીધી હતી. ત્યારબાદ યુરોપિયન યુનિયનને લઇને અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને બહાર કાઢવા માટે તેમના દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. ૩૧મી ઓક્ટોબરના દિવસે બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી કોઇપણ શરત વગર બહાર કાઢવા માટે તેઓ ઇચ્છુક છે.
વિરોધ પક્ષોનું કહેવું છે કે, આ પ્રકારના કોઇપણ પ્રયાસોને તેઓ રોકશે. સ્થાનિક બજારમાં અફડાતફડી જોવા મળી રહી છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે જાપાન અને બ્રિટન દ્વારા આવતીકાલે તેમના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે જ્યારે મંગળવારના દિવસે ચીનના સીપીઆઈ અને પીપીઆઈના આંકડા જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે ઓગસ્ટ મહિના માટે યુએસ રિટેલ વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડા શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. શેરબજારમાં શુક્રવારના દિવસે જોરદાર તેજી જામી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૩૭ પોઇન્ટ રિક્વર થઇને ૩૬૯૮૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૯૮ પોઇન્ટ ઉછળીને ૧૦૯૪૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. કારોબાર દરમિયાન જોરદાર લેવાલી જામી હતી. જે શેરમાં ાજે તેજી રહી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝી, એક્સસીસ બેક અને મારૂતિ સુઝુકીના શેરમાં જોરદાર તેજી રહી હતી. આવી જ રીતે નિફ્ટી ફ્રન્ટલાઇન ઇન્ડેક્સ નિફ્ટીમાં કારોબારના અંતે તેજી રહેતા કારોબારી ભારે ખુશ દેખાયા હતા. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૯૪ ટકા અને નિફ્ટીમાં ૦.૬૪ ટકા સુધીનો ઘટાડો થયો હતો.