ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

314

શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં પુરા થયેલા કારોબારમાં સંયુક્તરીતે ૮૭૯૭૩.૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટીસીએસ અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આ ઉપરાંત જે કંપનીઓની મૂડીમાં ઘટાડો થયો છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, મહિન્દ્રા બેંક, ભારતીય સ્ટેટ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડી ૨૨૬૬૪.૪ કરોડ રૂપિયા ઘટીને ૮૨૪૬૪૨.૮૨ કરોડ થઇ ગઇહતી. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મૂડી ઘટીને ૩૫૨૩૬૭.૫૪ કરોડ થઇ ગઇ હતી. આવી જ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૧૬૩૮૬.૬ કરોડ રૂપિયા ઘટીને ૭૭૪૯૫૭.૮૧ કરોડ થઇ ગઇ છે. દલાલસ્ટ્રીટમાં હાલમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી પણ ઘટી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ છેલ્લા સપ્તાહમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હોવા છતાં ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અને રિલાયન્સ બીજા ક્રમાંક ઉપર અકબંધ છે. છેલ્લા સપ્તાહમાં જે કંપનીઓની માર્કેટ મૂડી વધી તેમાં ઇન્ફોસીસ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા અને ભારતીય સ્ટેટ બેંકની મૂડી વધી છે. નવા કારોબારી સેશનમાં હવે જુદા જુદા આર્થિક આંકડાઓ બજારની દિશા નક્કી કરી શકે છે.

Previous articleમંદીની સ્થિતિમાં સોનામાં વધારે રોકાણ થઇ રહ્યું છે
Next articleગૌમૂત્રની મદદથી કેન્સરની દવાઓ બનાવવામાં આવશેઃ અશ્વિની કુમાર ચૌબે