અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન રાષ્ટ્રીય સંસ્થાન અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્યસરકારના રાજ્યમંત્રી મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ) રાજકોટ બારોટ સમાજ શોષ્યલ ગ્રૃપ પ્રમુખ કનકભાઈના જનોઈ પ્રસંગે ખાસ ઉપસ્થિતી સૌરાષ્ટ્રના તમામ જિલ્લા બારોટ સમાજવતી સ્વાગત, સન્માન અને મહાસભા યોજાશે અખિલ ભારતિય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના રાજ્યમંત્રી મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ) રાજકોટ ખાતે સોશ્યલ બારોટ સમાજ ગ્રૃપ પ્રમુખ કનકભાઈ બારોટના આંગણે જનોઈ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે સાથે પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ, સાથે ડી કી વણઝાર સહિત રાજકીય અને સરકાર કાફલા સાથે રાજ્ય સરકાર દ્વારા કમાન્ડોના બંદોબસ્ત સાથે તા.૬-૩-૨૦૧૮ને મંગળવારે ભવ્ય સ્વાગત અને કનકભાઈ દ્વારા આયોજીત તેમના પુત્ર જય બારોટને જનોઈ પ્રસંગે મહેન્દ્રસિંહનું દબદબા ભર્યુ ‘હાથી’ ‘ઘોડા’ ‘રથ’‘બગી’ઓ દ્વારા સન્માન સાથે કુવાડ્યા રોડ પર મહાસભાને સંબોધશે તેમા સૌરાષ્ટ્રના ૭ જીલ્લાના બરોટ આગેવાનો ઉમટી પડશે જેમાં રાજુલાથી અમરૂભાઈ બારોટ સાથે રાજુલા બારોટ સમાજના આગેવાનો જે વંશાવલી સંસ્થાના આજીવન સભ્યો છે તે તેમજ ભાવનગરથી અરૂણભાી તથા ગોપાલભાઈ બારોટ, જુનાગઢથી હેમુલભાઈ બારોટ ગ્રૃપ જામનગરથી એડવોકેટ ધીરેનભાઈ ગ્રૃપ તેમજ મહુવાથી સંજયભાઈ સોલંકી, બાબુભાઈ મનાતર તેમજ અમરેલી બારોટ સમાજ, રાજકોટ બારોટ સમાજ વશરામભાઈ લગ્ધીર ચંદરબરદાઈ યુવા એજ્યુકેશન ગુજરાતભરનું બારોટ સમાજ સેવા પ્રવૃત્તિ કરા ગ્રૃપના પ્રમુખ સદેવભાઈ સોઢા, તેમજ કચ્છમાથી રાજુભાઈ બારોટ ગ્રૃપ સહિત પધારશે કનકભાઈ બારોટના દિવ્ય પ્રસંગે મહેન્દ્રસિંહ બોરાજની મહાસભામાં રાજસ્થાન બારોટ શેલીની મહા સાંભળતા જે ગુજરાત ભરના બારોટ સમાજ માટે રાજ્ય સરકાર દ્વારા મળતા લાભોની કાર્યવાહી રૂપરેખા અપાશે.