ગુજરાતના પ્રમુખ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મેળાનો શુભારંભ કરાવામાં આવ્યો છે. મહત્વનું છે કે વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કર્યા હતા.
અને રાજ્યના વિકાસ અને દેશની સુરક્ષાને લઈ મા જગત જનની સામે પ્રાર્થના કરી હતી. ભાદરવી પૂનમના જગ વિખ્યાત આ મેળામાં અંદાજે ૨૫ લાખથી વધુ માઈભક્તો માતાના દર્શન કરે છે અને મેળાની મુલાકાત લે છે.
જેની તકેદારીના ભાગ રૂપે વહિવટીતંત્રએ પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરી છે. તો આયોજકો દ્વારા પણ પદયાત્રીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અંબાજી માતાના દર્શન વિશ્વભરનામાં ભક્તો લાઈવ જોઈ શકે અને મેળો માણી શકે તે હેતુસર લાઈવ વેબ કાસ્ટિંગ,અંબાજી દર્શને આવનારા યાત્રિકોને અંબાજીની માહિતી મળી રહે તે માટે ઓટો મેટેડ એસ એમ એસ હેલપલાઇન સિસ્ટમ તેમજ મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા પિતા કે વાલી ને સરળતાથી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને ઇહ્લૈંડ્ઢ ષ્ઠટ્ઠઙ્ઘિ વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈનનો તેમજ વૃદ્ધ દિવ્યાંગ અશક્ત લોકો માટે મેળા દરમ્યાન વિના મૂલ્યે બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો.
ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સવારે ૬.૧૫થી રાત્રે ૧.૩૦ સુધી મા અંબાનાં દર્શન થઇ શકશે. બપોરે ૧૧.૩૦થી ૧૨.૩૦ અને સાંજે ૫ થી ૭ દરમિયાન દર્શન બંધ રહેશે. ભાદરવી પૂનમના મહામેળા માટે અનેક પગપાળા સંઘોનું શનિવારથી જ આગમન શરૂ થઇ ગયું છે.