સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ : ખાંભા ૮ ઇંચ

678

ગુજરાતમાં વરસાદી માહોલ જોરદારરીતે સક્રિય રહેતા ભારે વરસાદ જારી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અમરેલીના ખાંભામાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો. બીજી બાજુ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ થયો હતો. જુનાગઢના કેશોદમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. બીજી બાજુ જામકંડોરણામાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. મહુવામાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વંથલીમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. વેરાવળ, ભાવનગર, વંથલી, તળાળા, જુનાગઢમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. બીજી બાજુ કચ્છના ભુજ, નખત્રાણા, મુંદ્રા, માંડવી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં રાજ્યના જુદા જુદા ભાગોમાં અનેક કુલ ૧૧૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થઇ ચુક્યો છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે રાજકોટ સહિત મોટભાગના વિસ્તારોમાં ડેમ છલકાઈ રહ્યા છે. નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૬ મીટર સુધી પહોંચી ગઈ છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થયો છે. પાટણ, મહેસાણા, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ થયો છે. બીજી બાજુ જુનાગઢ, પોરબંદરમાં પણ ભારે વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. મોનસુન હવે બિકાનેર,જયપુર, ઝાંસી મારફતે દરિયાઈ સપાટી ઉપરથી પસાર થઇ રહ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે પણ યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં પણ વરસાદ થઇ શકે છે. કચ્છના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક રહી હતી. સુરતમાં મહત્તમ તાપમાન ૨૮.૫ અને લઘુત્તમ તાપમાન ૨૬.૧ નોંધાયું હતું જ્યારે ભારે વરસાદ વાળા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૨૫ની આસપાસ રહ્યું છે જેમાં અમરેલી, પોરબંદર, મહુવાનો સમાવેશ થાય છે. ભારે વરસાદના લીધે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. રાજ્યમાં હજુ સુધી ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.

ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદ જારી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ ૩૩.૮૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સિઝનનો કુલ ૧૦૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ચોથી વખત ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્‌યો છે. જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૧૩માં ૧૪૭.૨૪ ટકા ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષમાં પ્રથમવાર ૧૦૦ ટકા વરસાદ થયો છે. ભારે વરસાદ વચ્ચે જુદા જુદા ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. અનેક ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજકોટમાં ભાદર ૨ ડેમ ઓવરફ્‌લો થયા છે. રાજકોટમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાહનો પણ પાણીમાં ડુબી ગયા હતા. અનેક વાહનો અટવાઈ પડ્યા હતા. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ૧૧૬ ટકા વરસાદ થયો છે.

નર્મદા ડેમ ૧૩૬.૧૭ મીટરની ઐતિહાસિક ઉંચી સપાટી ઉપર

કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર ૨૦૧૭માં દરવાજા લગાવ્યા બાદ બે ચોમાસા નબળા રહેતા ઉપરવાસમાંથી પુરતી માત્રામાં પાણીની આવક થઇ નહોતી. જો કે, ચાલુ ચોમાસામાં ખુબ સારો વરસાદ પડ્‌યો હોવાથી મધ્યપ્રદેશના ડેમો છલોછલ થઇ ગયા છે અને નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૧૭ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. નર્મદા ડેમના ૧૨ દરવાજા ખોલાયા છે. હાલ ડેમ તેની ઐતિહાસિક સપાટી પર કરી ગયો છે. હાલ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૪,૪૦,૨૮૯ ક્યૂસેક પાણીની આવક છે અને ડેમમાંથી ૩,૨૦,૮૧૯ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજીબાજુ, ગોરા બ્રીજ પર ફરી એકવાર પાણી ફરી વળતાં તે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

દરમ્યાન નર્મદા ડેમના મુખ્ય ઈજનેર પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે, આ વર્ષે સારો વરસાદ હોવાથી નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટી પહોંચશે. તા.૩૦ સપ્ટેમ્બર પહેલા ડેમ મહત્તમ સપાટીએ પહોંચશે, જેનાથી જે જળ સંગ્રહ થશે, તેનાથી વીજ ઉત્પાદન અને સિંચાઈ પીવા માટે પાણી ગુજરાતને મળશે. હાલ પ્રથમવાર ડેમ ભરવામાં આવી રહ્યો છે, જેને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સ્પેશિયલ ટીમો તૈનાત છે અને સતત ડેમની આવક અને પાણી છોડવાને લઈને તમામ કાળજી રાખવામાં આવી રહી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે, ત્યાંથી નીચે પાણી ઉતરતા સુધી પાણી સતત વોચ રખાશે, અગાઉ બે વર્ષ પાણીની ઓછી આવકને લઈને પાણી ભરાયું નહોતું, પણ હવે પાણીની સારી આવકને કારણે ડેમ સંપૂર્ણ ભરાઇ જશે. નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજ દિન સુધી સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭,૮૨૦ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે સીએચપીએચ કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪૭૫૦ મેગાવોટનું વીજ ઉત્પાદન નોંધાયું છે. ડેમમાંથી સતત છોડાઇ રહેલા પાણીના કારણે નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે અને ફરી એકવાર ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થતાં  બંધ કરાયો હતો.

સામાન્ય વરસાદથી ધાનેરામાં અંધારપટ : લોકો ભારે હેરાન

ધાનેરામાં વિધુતબોર્ડની નબળી કામગીરીથી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે સામાન્ય વરસાદથીજ ધાનેરા માં વીજળી ગુલ થઇ જાય છે અને ધાનેરા માં અંધારપટ છવાઈ જવા પામે છે અને લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો બીજી તરફ વિધુત બોર્ડ ની પ્રિમોન્સુન પ્લાન ની કામગીરી જીરો  દેખાઈ રહી છે અને ધાનેરા ના જાહેર માર્ગો ઉપર ના વીજ થાંભલા અને વીજ લાઈન ઘાસ માં અટવાયેલી જોવા મળી રહી છે. ધાનેરા વિસ્તાર માં વિધુત બોર્ડ ની નબળી કાગીરીથી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે ધાનેરા શહેર અને ધાનેરા તાલુકા માં સામાન્ય વરસાદથીજ વીજળી ગુલ થઇ જાય છે અને લોકો ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે ચોમાસા પહેલા વિધુત બોર્ડ ધ્વરા પ્રિમોન્સુન ની કામગીરી કરવામાં આવતી હોય છે.

જેમાં વીજ લાઈન ચકાસણી કરવી અને વીજ થાંભલા તેમજ વીજ લાઈન સારી રીતે રીપેર કરવી જેથી સામાન્ય વરસાદ માં વીજળી ગુલ ન થાય અને લોકો ને ભારે મુશ્કેલી નો સામનો ન કરવો પડે પરંતુ ધાનેરા માં તો કૈક અવળીજ ગંગા જોવા મળી રહી છે વીજ લાઈન રીપેર કરવાની વાત તો દૂર રહી પણ વીજ લાઈન અને વીજ થાંભલા પાર ચડેલું ઘાસ દૂર કરવાનો પણ વીજ કર્મચારીઓ પાસે ટાઈમ નથી ચોમાસુ પૂરું થવાના આરે છે છતાં પણ વીજ થાંભલા અને વીજ લાઈન ઘાસ માં લપેટાયેલા જોવા મળી રહ્યા છે અને આજ દ્રશ્યો વીજકર્મચારીઓ ની કામગીરીની પોળ ખોલી રહ્યા છે ગત રાત્રે સામાન્ય વરસાદ થીજ ધાનેરા ના શિવનગર તેમજ અન્ય વિસ્તાર માં વીજળી ગુલ થઇ ગઈ હતી અને લોકોએ ખુબજ મુશ્કેલી સાથે રાત વિતાવી હતી અને જયારે લાઈટ બન્ધ થઇ જાય ત્યારે ધાનેરા વિધુતબોર્ડ ના કર્મચારીઓ પોતપોતાનો ફોન બન્ધ કરી નાખે છે અને લોકો ને જવાબ પણ આપતા નથી આતો વાત હતી માત્ર ચોમાસા ની પણ ધાનેરા શાહે માં તો કેટલાક ઘરો ઉપર થી જોખમી વીજ લાઈન પસાર થાય છે તે બાબતે અનેક વાર લેખિક અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ વીજ કર્મચારીઓ સાંભળવા નથી ત્યારે આ જોઈ એવું લાગી રહ્યું છે કે ધાનેરા વિધુતબોર્ડ ના અધિકારીઓ અને કર્મચારીઓ ધાનેરા માં મોટી જાનહાની ની રાહ જોઈને બેઠા છે. આતો વાત હતી માત્ર ધાનેરા શહેર ની પણ જો ધાનેરા તાલુકા ની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકા ના ધાખા ફતેપુરા જેવા અનેક ગામોમાં પણ વીજળી બન્ધ થઇ જવા પામી હતી અને લોકોએ ખુબજ મુશ્કેલી સાથે રાત વિતાવી હતી ત્યારે ધાખા માં તો લોકોએ ભેગા મળી ધાખા સબ સ્ટેશન માં હોબાળો પણ મચાવ્યો હતો છતાં પણ આ ભેરા અધિકારીઓ કોઈનું સાંભળવા તૈયાર જ નથી ત્યારે હવે તમે પણ સાંભળો કે લોકો શું કહે છે ધાનેરા વિધુત બોર્ડ ની ઓફિસ નો થોડા દિવસ પહેલા વિડીયો વાયરલ થયો હતો જેમાં કોઈપણ અધિકારીઓ હાજર નહતા અને ઓફિસ માં લાઈટ તેમજ પંખા ચાલુ જોવા મળ્યા હતા આ જોઈ એવું લાગી રહ્યું છે ધાનેરા વાસીઓ ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે અને વિધુત બોર્ડ ના અધિકારીઓ આરામ ફરમાવી રહ્યા છે ત્યારે આ બાબતે લગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક પગલાં ભારે નહિતર આવનારા સમય માં લોકો ભારે આંદોલન કરે તો પણ કોઈ નવાઈ ની વાત નથી.

Previous articleવેરાવળમાં  ખારવા સમાજ દ્વારા ધ્વજારોહણની ભવ્ય શોભાયાત્રા નિકળી
Next articleદિપસાગર પ્રાથમિ શાળા દ્વારા પ્રવાસનુંં આયોજન