ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારતથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ ના પોલીસ સબ ઇન્સપેકટર વી.એલ.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી રેન્જના પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે હકીકત મળતા નીલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મોહસીનભાઇ હુસેનભાઇ પઠાણ ઉ.વ.૨૨ રહે.મામા કોઠા રોડ ,કાજીવાડ ભાવનગર વાળાને વડવા વાડીયા હોટલ સામે થી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.