વેરાવળમાં  ખારવા સમાજ દ્વારા ધ્વજારોહણની ભવ્ય શોભાયાત્રા નિકળી

496

વેરાવળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવાર તા.૮ના રોજ  સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા તેમના ઇષ્ટ દેવ  રામદેવપીર મહારાજની જન્મયજયંતિ પ્રસંગે ભવ્ય રામદેવજી મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા નિકળી હતી.શોભાયાત્રા પૂર્ણ થયા બાદ બાવન ગજની ધ્વજા ઝાલેશ્વર મંદિરે સમાજના આગેવાનો દ્વારા ચડાવવામાં આવી હતી.

ખારવા સમાજના ઇષ્ટ દેવ રામદેવપીર મહારાજની શોભાયાત્રા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પ્રમુખ લખમભાઇ ભેંસલાની આગેવાનીમાં તા.૮ના રોજ કામનાથ મહાદેવ મંદિર ઘનશ્યામ પ્લોટથી બિપોરે ૧૨.૩૦ કલાકે નિકળી હતી. જેમાં ૧૦૦ થી વધારે છકડો રીક્ષા, ઉટ , ઘોડા સાથે ડી.જે.ના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે યુવાનો દાંડીયા રાસની રમઝટ બોલાવી હતી. તેમજ ભાવિક ભક્તો દ્વારા રામદેવપીરના ભજનો અને હેલો ગાઇ ભક્તિપૂર્ણ માહોલ ખડો કરશે.વિશાળ સંખ્યામાં ખારવા સમાજના ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા ઝાલેશ્વર મંદિરે પહોંચી હતી જ્યાં સમાજના આગેવાનોએ બાવનગજની ધ્વજારોહણ ભક્તિભાવપૂર્ણ માહોલમાં કર્યુ હતું.

Previous articleગુજરાત હાઈકોર્ટ ખાતે કાયદા ભવનનું આજે લોકાર્પણ કરાશે
Next articleસૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ : ખાંભા ૮ ઇંચ