મુની ડેરી ચોકમાંથી ૩.પપ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો

700

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના  માણસો ભાવનગર સીટી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર સુભાષનગર મુનીડેરી ચોકમાં મારૂતિ ઇકકો જીજે  ૦૪ – ડીએ -૨૧૫૦ માં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરીને આવવાની છે. અને તે દારૂનો જથ્થો ઇન્દ્રજીતસિંહ વાળાને આપવાનો છે. તેવી હકિકત મળતા  પંચો સાથે સદરહું બાતમી વાળી જગ્યા એ વોચમાં રહેતા મોડી રાત્રીના  મુની ડેરી ચોકમાં જીજે  ૦૪ – ડીએ -૨૧૫૦  નંબર ની ઇકકો આવતા અને તે માંથી ત્રણ ઇસમો દારૂની પેટીઓ ની હેરાફેરી કરતા જેથી તુરતજ તેઓ ને પકડી લઇ તેઓના નામ સરનામા પુછતા (૧)  મુકેશભાઇ મીઠાભાઇ ઢાપા/કોળી ઉવ. ૩૨ રહે. ઇન્દીરાનગર ભરવાડ શેરી ભાવનગર (ર) ઇન્દ્રજીતસિંહ વેલુભા વાળા ઉવ. ૩૫ રહે. આંબાવાડી મુનીડેરી પ્લોટ નં-૧૦૮૧ ભાવનગર (૩) હિતેષભાઇ ચિથરભાઇ કુવાડીયા ઉવ. ૨૫ રહે. ચિત્રા રાજનગર નેક્ષા શો રૂમની સામે ભાવનગર વાળાઓ મળી આવતા તેના કબ્જા ભોગવટાની ઇકકો ગાડી માંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડનો જથ્થો કુલ બોટલ નંગ-૧૫૦ ની કુલ કિ.રૂ. ૧,૪૧,૩૪૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ ૧૩,૫૦૦/- તથા એક મારૂતી ઇકો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ મુ માલ રૂ.૩,૫૪,૮૪૦/- નો રાખી મળી આવતા તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleખુંટવડા ખાતે ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૫૪ હજારની જાલી નોટ ઝડપી લેતી ભાવનગર એસઓજી
Next articleબોરતળાવમાં પાણી વધારો થતા લોકોનો ધસારો