ભાવનગર જિલ્લામાંથી અડધાથી સાડા ત્રણ ઈંચ વરસાદ

595

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ હતો. બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ભાવનગર શહેર તથા જિલ્લા સર્વત્ર વરસાદ પડ્યો હતો. આજે સવારના ૬ થી બપોરના ર વાગ્યા સુધીમાં જ ઉમરાળામાં એક મી.મી. ગારિયાધારમાં ૪ મી.મી. ઘોઘમાં ૮ મી.મી. જેસરમાં ર૩ મી.મી. તળાજામાં ર૪ મી.મી. પાલિતાણામાં ૧૭ મી.મી. ભાવનગર શહેરમાં પર મી.મી. મહુવામાં ૮૩ મીમી વલભીપુર ૧૬ મી.મી. અને સિહોરમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. હજુ પણ વરસાદીમ ાહોલ આયો હોય તો વધુ વરસાદ પડવાની સંભાવના છે. ભાવનગરમાં બપોરે ધોધમા રવાસદ દરમિયાન ઘોઘા સર્કલ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

Previous articleબોરતળાવમાં પાણી વધારો થતા લોકોનો ધસારો
Next articleગઢડા મુકામે આજે મુખ્યમંત્રીનું આગમન