અમદાવાદ ગ્રામ્યના ધોલેરા તાલુકાના ગોગલા ગામના રહીશો દ્વારા સસ્તા અનાજની દુકાનથી રેનશીંગની ખરીદી રોકડથી નહીં કરી કેશલેસથી જ ખરીદી કરાતા અમદાવાદ કલેક્ટર અવન્તિકાસિંઘ દ્વારા નોંધ લેવાઈ પણ આજે યોજેલ કેશલેસ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન ન અપાતા કાર્યક્રમ સંપૂર્ણ ફ્લોપ-શો સાબિત થયો હતો.
છેલ્લા ચાર દિવસથી અમદાવાદ ગ્રામ્યના ધોલેરા તાલુકાના ગોગલા ગામે કેશલેસ કાર્યક્રમ યોજવા જાહેરાત કરવામાં આવેલ. જે અંતર્ગત અમદાવાદના એડિશનલ કલેક્ટર નેહાકુમારી, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મનોજકુમાર, એસ.કે. રંજલભાઈ, ડો.અભિષેક, એ.ડી.એમ. અમદાવાદ, પ્રાંત અધિકારી ભગલાણી, ધોલેરા ઈન્ચાર્જ ટીડીઓ પ્રજાપતિ સહિતના અધિકારીઓ દ્વારા ગોગલા ગામના રહીશોને કેશલેસ દ્વારા રેશનીંગની ખરીદી બાબતે સરાહના બાબતે કાર્યક્રમ તો યોજાયો પરંતુ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અધિકારીઓમાંથી કોઈ તમામ ગ્રામ્યજનોએ અધિકારીઓ પર ફિટકાર વર્ષાવ્યો હતો જે ઉદ્દેશથી અપાયું. આ તો કેવા અધિકારીઓ…! શું આવી રીતે કેશલેસ કાર્યક્રમ યોજવાનો હોય ખરો ? જે કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ ઉપસ્થિત તો રહ્યાં પણ ન કરી અને જે રસ્તેથી આવ્યા તે રસ્તે જ ચાલતી પકડી. જે ખાલી સ્ટેજ જ સમગ્ર કાર્યક્રમને ચિતાર આપી જાય છે ત્યારે આ ગામના શિક્ષિત કર્મચારીઓ તેમજ અન્ય ગ્રામ્યજનોએ ઉપસ્થિત અધિકારીઓ પર માછલા ધોતા કહેતા હતા કે આ તો ભાઈ ભાજપ સરકારનો કાર્યક્રમ કહેવાત..! કહેવું તે કરવાનું ના હોય માત્ર દેખાવ જ કરવાનો હોય.. ત્યારે આ કેશલેસ કાર્યક્રમની સંપૂર્ણ નિષ્ફળતા દેખાઈ આવી હતી.