ભાવનગરમાં ગણપતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી

510

ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સંસ્થા અને મંડળો દ્વારા ગણેશોત્સવના ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે.  જેમાં આરતી, પુજા અર્ચન કરવા ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. ભાવનગર શહેરમાં અનેક સ્થળોએ સત્સંગ, રામધુન, ડાયરો, કથા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તળાજા રોડ ખાતે આવેલ કાચના મંદિર પાસે ગોકુલધામ ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેની વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે. ખેડુતવાસ વિસ્તારમાં આવેલ રજપુત સોસાયટીમાં આવેલ વિવેક બીપીનભાઈ મકવાણાના ઘરે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું  હતું.  કાળીયાબીડ વિસ્તારમાં આવેલી મઢુલી ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં દરરોજ રાત્રે મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેની વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે.

Previous articleગઢડા મુકામે આજે મુખ્યમંત્રીનું આગમન
Next articleદબંગ-૩ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રજૂ કરી દેવાશે