નડાલ હવે રોજર ફેડરરના રેકોર્ડ સુધી પહોંચવા તૈયાર

906

વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ જીતીને સ્પેનના રાફેલ નડાલે વધુ એક સિદ્ધીની નજીક પહોંચી જવામાં સફળતા મેળવી છે. તે હવે રોજર ફેડરરના સૌથી વધુ ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રિકોર્ડથી માત્ર એક ટ્રોફી દુર છે. તેના ફોર્મને જોતા તે આ સિદ્ધી પર પહોંચી શકે છે. યુએસ ઓપનની ફાઇનલ મેચમાં નડાલે પાંચ કલાક સુધી ચાલેલી મેચમાં મેદવેદેવ પર રોમાંચક જીત મેળવી હતી. આની સાથે જ તે હવે ૧૯ ગ્રાન્ડ સ્લેમ પોતાના નામ પર કરી ચુક્યો છે.   રાફેલ નડાલનો રેકોર્ડ જોવામાં આવે તો ખુબ શાનદાર રહ્યો છે. તે હવે ૧૯  વખત ગ્રાન્ડ સ્લેમ જીતી ગયો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઓપન એક વખત જીતી ગયો છે. ફ્રેન્ચ ઓપનમાં તો તે કિંગ તરીકે રહ્યો છે અને ૧૨ વખત આ ટ્રોેફી જીતી લીધી છે. કુલ ૧૨ વખત તે રનર્સ અપ તરીકે રહ્યો છે. જેમાં વિમ્બલડનમાં તે ત્રણ વખત રનર્સ અપ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચાર વખત રનર્સ અપ તરીકે રહ્યો છે. આ વખતે તેની પાસે સારી તક રહેલી છે.  રાફેલ નડાલ યુએસ ઓપનમાં પુરૂષોના વર્ગમાં સિગલ્સ તાજ ફરી એકવાર જીતી ગયો છે. હવે તેની નજર ફેડરર પર કેન્દ્રિત છે.

Previous articleસ્ટાર તાપ્સી પન્નુ અનુભવ સિંહાની ફિલ્મમાં ચમકશે
Next articleયુએસ ઓપન : નડાલ ફરી એકવાર ચેમ્પિયન બન્યો છે