ભાવનગર એલ.સી.બી.ની ટીમ આજરોજ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓ,પેરોલ જમ્પ કરેલા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬૪/૧૩ ઇ.પી.કો કલમ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ ફરારી કેદી સરફરાઝ ઉર્ફે તાંબો ઇબ્રાહીમભાઇ રહે.પીપળનાં ઝાડ પાસે, કુંભારવાડા,ભાવનગરવાળા ઘોઘા, પીપળીયા પુલ પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં કેદી સરફરાઝ ઉર્ફે તાંબો ઇબ્રાહીમભાઇ શેખ ઉ.વ.૨૫ રહે.પીપળનાં ઝાડ પાસે, કુંભારવાડા, ભાવનગરવાળા હાજર મળી આવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે. આ ફરારી કેદી નામ. ગુજરાત હાઇકોર્ટનાં હુકમ અને શરતોને આધિન તા.૨૦/૦૫/૨૦૧૫ થી દિન-૧૫ સુધી વચગાળાનાં જામીન ઉપર છુટેલ હતો.તેને તા.૦૫/૦૬/૨૦૧૫ નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હોવા છતાં પોતે હાજર થયેલ નહિ. અને ફરાર થઇ ગયેલ. જેથી ભાવનગર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડે તેને ઝડપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે. આ કેદી વિરૂધ્ધ બોરતળાવ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૨૩૧/૨૦૧૫ પ્રિઝન એકટ ૧૮૯૪ નાં નિયમ ૫૧ બી મુજબનો ગુન્હો પણ દાખલ થયેલ છે.જે ગુન્હામાં તે નાસતો-ફરતો હતો. આમ,ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વચગાળાનાં જામીન પરથી ફરાર કેદી તથા નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં હરગોવિંદભાઇ બારૈયા, વિઠ્ઠલભાઇ બારૈયા, ભહિપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.