એશિઝ સિરીઝ : ઇંગ્લેન્ડને ૧૮૫ રનથી હરાવી ઓસ્ટ્રેલિયા ૨-૧થી આગળ

405

અહીં ઓલ્ડ ટ્રેફ્ફર્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને રવિવારે ૧૮૫ રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે. ઈંગ્લેન્ડની ટીમને જીત માટે ૩૮૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ મેચના પાંચમા અને આખરી દિવસે છેલ્લા સત્રમાં તે બીજા દાવમાં ૧૯૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વર્તમાન સિરીઝમાં આ સાથે ઓસ્ટ્રેલિયા ટીમ ૨-૧થી આગળ થઈ છે. પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ ૧૨ સપ્ટેંબરથી લંડનમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર – પેટ કમિન્સે ૪ વિકેટ લીધી હતી જ્યારે અન્ય ફાસ્ટ બોલર હેઝલવુડ અને સ્પિનર નેશન લાયને ૨-૨ વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને માર્નસ લેબુશેને એક-એક બેટ્‌સમેનને આઉટ કર્યો હતો.

ઈંગ્લેન્ડના બીજા દાવમાં સૌથી વધુ રન કર્યા ઓપનર જો ડેન્લીએ – ૫૩ રન. અન્ય ઓપનર રોરી બર્ન્સ અને વન-ડાઉન બેટ્‌સમેન તથા કેપ્ટન જો રૂટ ઝીરો પર આઉટ થયા હતા. રૂટ તો પહેલા જ બોલે આઉટ થયો હતો. આ બંનેની વિકેટ કમિન્સે ઝડપી હતી. રૂટને કમિન્સે ક્લીન બોલ્ડ કર્યો હતો. જેસન રોયે ૩૧, બેન સ્ટોક્સે ૧, વિકેટકીપર જોની બેરસ્ટોએ ૨૫, જોસ બટલરે ૩૪, ક્રેગ ઓવર્ટને ૨૧, જોફ્રા આર્ચરે ૧, જેક લીચે ૧૨ રન કર્યા હતા.

Previous articleકોચ શાસ્ત્રીની સેલરીમાં ૨૦ ટકાનો વધારો, વાર્ષિક રૂ. ૯.૫થી ૧૦ કરોડ મેળવશે
Next articleપાયલટોની હડતાલને કારણે બ્રિટિશ એરવેઝની ૧૫૦૦ ફ્લાઇટ રદ