બ્રિટિશ એરેવઝે પાયલટોની હડતાલને કારણે પોતાની ૧૫૦૦થી વધારે ફ્લાઇટો રદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સોમવારે અને મંગળવારે પગાર વિવાદને લઇને પાયલટ હડતાલ પર રહેશે. એરલાઇનના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી હડતાલ માનવામાં આવી રહી છે. આ હડતાળના કારણે અંદાજે ૨ લાખ ૮૦ હજાર લોકો પ્રભાવિત થશે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ હડતાલથી લગભગ ૨ લાખ ૮૦ હજાર લોકો પ્રભાવિત થશે. આનાથી લગભગ ૮૦ મિલિયન પાઉન્ડ (રૂ. ૭૦૪ કરોડ )નું નુકસાન થશે. ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનિસબર્ગની તમામ ફ્લાઇટો પ્રભાવિત થઇ છે. કંપનીઓએ યાત્રીઓને જણાવ્યું છે કે, જો લોકોની ફ્લાઇટ રદ થઇ છે તે એરપોર્ટ જાય નહીં.પગાર અને ભથ્થામાં ઘટાડાના વિવાદ બાદ બ્રિટિશ એરલાઇનના પાયલટ એસોસિએશન (બીએએલપીએ)એ ૨૩ ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૯, ૧૦ અને ૨૭ સ્પટેમ્બરે પાયલટ હડતાલ પર રહેશે. ત્યાંજ રશિયાના વિદેશ મંત્રાલયે હડતાલ અને ફ્લાઇટ રદ હોવા અંગે પોતાના નાગરિકોને સચેત કર્યા છે.