૧૮થી ૧૯ મહિનાઓમાં ભારતને એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ મળી જશે

384

રશિયાના ઉપ વડાપ્રધાન યુરી બોરીસોવે ભારતને ટૂંક સમયમાં જ એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી આપવાની વાત કરી હતી. બોરીસોવે બ્રોડકાસ્ટર રોસિયા-૧થી કહ્યું કે ભારતે આ મિસાઈલ સિસ્ટમ માટેની ચુકવણી કરી દીધી છે. તેમના કહ્યાં પ્રમાણે, ૧૮થી ૧૯ મહિનાઓમાં આ સિસ્ટમ ભારતને મળી જશે.

ગત વર્ષે ૫ ઓક્ટોબરે ડિફેન્સ સિસ્ટમ માટે દિલ્હીમાં ભારત- રશિયાની વાર્ષિક દ્ધિપક્ષીય બેઠકમાં ભારતે રશિયા સાથે ૫.૪૩ અબજ ડોલર(૩૮ હજાર ૯૩૩ કરોડ રૂપિયા)ના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગત મહિને વિદેશ મંત્રી એસ જયશંકર પોતાને રશિયા સમકક્ષ સર્ગેઈ લાવરોવને મળવા પહોંચ્યા હતા. તે સમયે રશિયાની ફેડરલ સર્વિસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું હતું તે, ભારત સાથેના એસ-૪૦૦ના એડવાન્સ પેમેન્ટના મુદ્દાનું સમાધાન કરી દેવાયું છે.

રશિયાની રક્ષા સહયોગ એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર વ્લાદિમીર દ્રોજઝોવે જુલાઈમાં કહ્યું હતું કે, જો રશિયાને ૨૦૧૯ના અંત સુધીમાં એડવાન્સ પેમેન્ટ મળી જશે, તો ૨૦૨૦ સુધી ભારતને પહેલું મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સોંપી દેવાશે.

જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમ, એસ-૩૦૦નું અપડેટ વર્જન છે. જે ૪૦૦ કિમીના દાયરમાં આવનારી મિસાઈલ અને પાંચમી પેઢીના ફાઈટર પ્લેનને પણ ખતમ કરી દેશે. જી-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ એક પ્રકારે મિસાઈલ શિલ્ડનું કામ કરશે, જે પાકિસ્તાન અને ચીનની એટમી ક્ષમતા વાળી બેલેસ્ટિક મિસાઈલથી ભારતની રક્ષા કરશે. આ સિસ્ટમ એક જ વખતમાં ૭૨ મિસાઈલ છોડી શકે છે. આ સિસ્ટમ અમેરિકાના સૌથી એડવાન્સ ફાઈટર જેટ એફ -૩૫ને પણ તોડી પાડશે. સાથે જ ૩૬ પરમાણુ ક્ષમતા વાળી મિસાઈલોને એકસાથે નષ્ટ કરી શકે છે.

ચીન પછી આ ડિફેન્સ સિસ્ટમને ખરીદનારો ભારત બીજો દેશ છે.

Previous article૧૮ સરકારી બેન્કમાં એપ્રિલ-જૂનમાં ૩૨ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા
Next articleસેંસેક્સ ૧૬૪ પોઇન્ટ સુધરી બંધ