બિલ્ડિંગ પર ચડી યુવકનો આપઘાતનો પ્રયાસ, લોકોએ છાજું બનાવી બચાવ્યો

605

પાલનપુર શહેરના ડોક્ટર હાઉસ બિલ્ડિંગ પરથી એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગ પર ચડેલા યુવાનને ઉતારવા માટે લોકોએ પ્રયાસ કર્યા હતા પરતું તેણે ઉપરથી કૂદકો માર્યો હતો. જોકે યુવાને કૂદકો મારે એ પહેલા સ્થાનિકોએ તૈયારી કરેલી જાળીમાં પડતા તેનો બચાવ થયો હતો

પાલનપુરના ડોક્ટર હાઉસ બિલ્ડિંગ પર બપોરે અચાનક એક યુવક ચડી ગયો હતો. ઉપરથી મોતની છલાંગ લગાવવા જતા કેટલાક લોકોએ બિલ્ડિંગ પર ચડીને તેને સમજાવી રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોઈનું માન્યો ન હતો અને તેને કોઈ પકડવા જાય એ પહેલા જમ્પ માર્યો હતો. જો કે ફિલ્મી ડ્રામા ચાલતો હતો અને યુવાન માનતો ન હતો. ત્યારે લોકોએ પોલીસને બોલાવી હતી. જો કે, પોલીસ આવે એ પહેલા લોકોએ અગમચેતી રાખીને નીચે મોટી જાળી મંગાવી દીધી હતી.

યુવાન કોઈનું પણ ન માનીને બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી હતી. પરંતુ પહેલાથી જ સચેત લોકો અને તંત્ર દ્વારા જાળી બાંધી દીધી હોવાથી તેના પર જમ્પ મારતા તેનો બચાવ થયો હતો. યુવાને જમ્પ લગાવ્યો ત્યારે ઘટના સ્થળે પોલીસ હાજર હતી.

Previous articleસેંસેક્સ ૧૬૪ પોઇન્ટ સુધરી બંધ
Next articleમર્સિડીઝ કારની અડફેટે ૨ યુવાનનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા