નેશનલ હાઇવે નં-૪૮ પર વડોદરા નજીક વરણામા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે મર્સિડીઝ કારે બાઇક પર જઇ રહેલા બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં બંને યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વડોદરા નજીક આવેલા વરણામા ગામમાં રહેતા વિક્રમ નગીનભાઇ બારીયા અને રંગજીત સોમાભાઇ ડાભી નામના બે યુવાન ઘરેથી વડોદરા તરફ કામ અર્થે જવા માટે નીકળ્યા હતા. આ સમયે નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાર્સિંગની મર્સિડીઝ કારે બાઇકને ટક્કર મારી હતી. જેથી બંને યુવાનો હવામાં ફંગોળાયા હતા. અને ઘટના સ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને બંને યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ં