સાબરમતી નદીને સ્વચ્છ રાખવા ગણપતિજીના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે અમદાવાદ શહેરમાં પ્રથમ વખત મોહરમને લઈને તાજીયા માટે પણ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, મંગળવારે જ્યારે મોહરમ મનાવવામાં આવશે, ત્યારે એક માન્યતા પ્રમાણે તાજીયા પાણીમાં ઠંડા કરવામાં આવે છે અત્યાર સુધી આ સાચી નદીમાં ઠંડા કરવામાં આવતા હતા ત્યારે આ વર્ષે એએમસી દ્વારા તાજીયા માટે પણ બે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં તાજીયા ઠંડા કરવામાં આવશે સાથે જ તાજીયા કમિટીને પણ તાજીયા કુંડમાં જ ઠંડા કરવા અંગે જણાવવામાં આવ્યું છે.
અનંત ચતુર્દશીના દિવસે મોટી સંખ્યામાં લોકો ગણપતિજીનું વિસર્જન કરતા હોય છે, જ્યારે આ વર્ષે ભક્તો ગણેશજીનું વિસર્જન નદીમાં ન કરે તે માટે કોર્પોરેશન ઓફિસમાં ગણેશ પંડાલના આયોજકોએ મેયર અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક આયોજકોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકોએ મૂર્તિઓનું વિસર્જન સાબરમતી નદીમાં ન કરવું તેમજ મોટી મૂર્તિઓનું વિસર્જન પણ મોટા કુંડમાં જ કરવું જેથી નદીને પ્રદુષિત થતા અટકાવી શકાય સાથે જ જરૂરી તમામ સુવિધાઓ પણ કુંડ પાસે જ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ લોકો નદીમાં જઈને વિસર્જન ન કરે તેનો પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે.