સયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનું પગાર મુદ્દે હલ્લાબોલ

392

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઇ કામદારોનું કોન્ટ્રાક્ટર દ્વારા થઇ રહેલા આર્થિક શોષણના વિરોધમાં કર્મચારીઓએ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં હલ્લોબોલ કર્યું હતું. અને સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ હિસાબ માંગવા માટે પહોંચ્યા હતા.

કોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓએ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યું હતું અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના પરિપત્ર મુજબ પગાર ન ચૂકવાતો હોવાનો આક્ષેપ કરીને પૂરતો પગાર ચૂકવવાની માંગણી કરી હતી. સરકાર દ્વારા એક કર્મચારીને ૧૮,૬૦૦ રૂપિયા સુધીનો માસિક પગાર ચૂકવવા માટેનો પરિપત્ર જારી કરેલો છે. પરંતુ કોન્ટ્રાક્ટો દ્વારા કર્મચારીઓને માત્ર ૬થી ૮ હજાર રૂપિયા સુધી જ પગાર ચૂકવવામાં આવે છે.

Previous articleખુદ પોલીસ જ અસુરક્ષિત..?!! કિન્નરે ધમકી આપી : ’જીવવા નહીં દઉં, છરી મારી દઈશ’
Next articleપોલીસ જ લૂંટારું બની..!!સલૂનમાંથી ૮૫ હજારની લૂંટ કરી, ૪ની ધરપકડ