અમરેલી જિલ્લા કોંગ્રેસનો અનોખો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી શહેરમાં નવ નિર્મિત માર્કેટ યાર્ડ અમર ડેરી સહિતના સંકુલો ના ઉદ્ધાટન પ્રસંગે આવતા જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુમર, ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, માજી સાંસદ વિરજીભાઈ ઠુમરના નેતૃત્વમાં જિલ્લાભરના કોંગ્રેસ કાર્યકર્તાઓનો અનોખો વિરોધ સાવધાન કરતા બેનરોમાં લખવામાં આવ્યું કે તા.૧૭/૯ના રોજ દરેક વ્યક્તિએ હેલમેન્ટ પહેરીને નીકળવું દિલ્હીથી ગોળાફેક મશીન અમરેલી આવે છે આ રીતે ખૂબ મોટીસંખ્યામાં કોંગ્રેસના અનેકો અગ્રણીએ અનોખી રીતે વિરોધ કરતા ધ્યાનાકર્ષકનુ કેન્દ્ર બન્યું. જિલ્લાભરમાંથી ખૂબ મોટીસંખ્યામાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દ્વારા સાવધાનના બેનરોમાં હેલમેન્ટ પહેરી નીકળવાની સૂચના દર્શાવતા બેનરો સાથે નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા પરેડ યોજી અમરેલી જિલ્લા પંચાયત કચેરીથી નીકળી એસ ટી રાજકમલ ચોક સવારના દસ થી બપોરના અગિયાર સુધી રેલી રૂપે વિરોધ કરતા સિત્તેર કોંગી નેતાઓની અટક કરી તમામ અટકાયતીને લાઠી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.