વલ્લભીપુરના લોલીયાણાની સીમમાં નર્મદા કેનાલમાંથી ગત તા.ર૪-૧ના રોજ હત્યા કરેલ યુવાનની લાશ મળી આવી હતી. જે ગુનામાં વલ્લભીપુર પોલીસે વડોદરાના શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા આરોપીની પત્ની સાથે મરણ જનારને આડા સંબંધ હોય જેની જાણ થતા હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
ગઇ તાઃ ૨૪/૦૧/૨૦૧૮ નાં રોજ હડમતીયા- લોલીયાણા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ના સાયફન માંથી એક અજાણ્યા પુરૂષ ઉ.વ. ૨૫ વાળા ની લાશ શંકાસ્પદ હાલત માં હાથ પગ બાંધેલી મળી આવેલી હતી જે અંગે અકસ્માત- મોત રજીસ્ટર થયેલ.
મળેલ લાશ શંકાસ્પદ હોય જેથી પોલીસ અધિક્ષક પી.એલ. માલ તથા ના.પો.અધિ. પી.પી.પીરોજીયાએ બનાવ અંગે ઝીણવટપૂર્વક તપાસ કરવા અને શંકાસ્પદ બનાવ શોધી કાઢવા પો.સબ.ઇન્સ. ટી.એસ.રીઝવીને સુચના આપેલ હોય જે અન્વયે તપાસ કરતા અજાણ્યો ઇસમ એ હડમતીયા ગામની સીમ માં બાબુભાઇ પરષોત્તમભાઇ સથવારાની વાડીમાં મજુર તરીકે કામ કરતો શંભુભાઇ ગોબરભાઇ રાઠોડ ઉ.વ.૨૧ રહે. ઇન્દ્રાલ તા. સાવલી જી. વડોદરા વાળો હોય અને જગદીશ રાયજીભાઇ રાઠોડીયા રહે. ઇન્દ્રાલ તા. સાવલી જી. વડોદરા તથા તેના પત્ની સંગીતાબેન અને તેના માસા ભરતભાઇ નથુભાઇ ભાઇ રાઠોલીયા રહે. તમામ ઇન્દ્રાલ તા. સાવલી જી. વડોદરા વાળા સાથે રહેતા હોય તાઃ૧૮/૧/૨૦૧૮ નાં રાત્રે જગદીશ ની પત્ની સાથે આડા સબંધ બાંધતા જગદીશ જોઇ જતા માથા ની પાછળ નાં ભાગે લાકડી મારી બેભાન કરી શંભુ ગોબરભાઇ રાઠોડ નાં હાથ-પગ દોરી થી જગદીશ તથા ભરતભાઇ રાઠોલીયા એ બાંધી ટ્રેકટર માં પાછળ નાખી લોલીયાણા- હડમતીયા ની સીમમાં આવેલ કેનાલ નાં સાયફનમાં નાખી નાસી ગયેલ જે અન્વયે મરણજનાર નાં પિતા ગોબરભાઇ સાભઇભાઇ રાઠોડ ની ફરીયાદ લઇ આરોપી જગદીશ રાયજીભાઇ રાઠોલીયા ને વડોદરા થી લાવી ધોરણસર અટક કરી ખૂનનો ગુન્હો શોધી કાઢેલ છે. જે કામગીરીમાં ટી.એસ. રીઝવી સાથે પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ, અમીતભાઇ મકવાણા, વિનોદભાઇ ડાંગર તથા મયુરસિહ ગોહીલ મદદમાં હતા.