ભાવનગર નાગરિક સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

406

તાજેતરમાં વડાપ્રધાનના વડપણ હેઠળ ભારતીય સંસદ દ્વારા રાષ્ટ્રહિતમાં અખંડ ભારતના સર્જન માટે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ-૩૭૦ તથા ૩પએને દુર કરવાના લેવાયેલા નિર્ણયના સમર્થનમાં તથા ભાવનગરના  પશ્ચિમના ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વઘાણીની પ્રેરક  ઉપસ્થિતિમાં ભાવનગર નાગરિક સમિતિ દ્વારા ભારત એકતા કુચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનો પ્રારંભ ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, શિક્ષિણ સમિતિના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા કરવામાં આવશે. તેમ ભાવનગર નાગરિક સમિતિના સભ્યો, મેહુલભાઈ પટેલ, કે.પી.સ્વામી, ભરતસિંહ ગોહિલ, સુનીલભાઈ વડોદરીયા તથા ગીરીશભાઈ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને આપી હતી.

આ પદયાત્રા તા. ૧૧-૯-૧૯ને બુધવારના રોજ સવારે ૮-૩૦ કલાકેથી એ.વી.સ્કુલનું મેદાન, હલેરીયા ચોક, ઘોઘાગેઈટ, ખારગેટ, મામ કોઠા રોડ, બાર્ટન લાઈબ્રેરી, હલુરિયા ચોક ખાતે આ પદયાત્રા સમાપન થશે. આ સમગ્ર રૂટ પર વિવિધ જગ્યાઓ પર જુદા-જુદા સંગઠનો દ્વારા બેન્ડની સુરાવલી સાથે ભારતમાતાના પુજન સાથે પદયાત્રીઓનું સ્વાગત તથા દેશભ્કિતનીની સાંસ્કૃતિક કૃતિઓ રજુ થનાર છે. આ પદયાત્રામાં તમામ ઔદ્યોગિક, શૈક્ષણિક સામાજીક સંગઠનો, યુવાનો, વડિલો તમામ આ પદયાત્રામાં જોડાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Previous articleગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : વલસાડમાં ૭ ઇંચ વરસાદ
Next articleઝાંઝવાના જળ