ઝાંઝવાના જળ

690

આપણી મહેચ્છા પાછળ ભાગવામાં આપણે જિંદગીનો ઘણો મોટો સમય ગુમાવીએ છીએ. આપણી ઇચ્છા મુજબ આપણે જ્યારે સફળ થતા નથી. ત્યારે દુખી થઈ નીરાશ પણ થતા હોઈએ છીએ. ભગવાન રામ ને ઉગતિ સોનેરી સવારે રાજગાદી મળવાની હતી. પણ તે ગોજારી સવારે ૧૪ વર્ષનો વનવાસ આપ્યો હતો. ભગવાન રામે તેનો સહર્ષ સ્વિકાર કર્યો હતો. ભગવાન રામચંદ્ર કોઈ પણ વ્યક્તિને આ માટે દોષ આપવા ઇચ્છતા ન હતા. જેમને રાજ્યાભિષેક થવાનો હતો. તેવા ભગવાન રામચંદ્રને એકાએક વનમાં ૧૪ વર્ષ પોતાની ઇચ્છાઓનું પોટલુ વાળી મનના અગોચર આકાશમાં ફંગોળી દઈ પિતાનું વચન નિભાવવા ક્ષણનો પણ વીલંબ કર્યા વિના નીકળી જવુ સરળ નહોતુ. આવી ત્યાગ વ?ત્તિના કારણે દુનીયામાં રામનું પાત્ર મર્યાદા પુરૂષ તરીકે જાણીતુ બન્યુ છે. વચન પાલન તરીકે ભગવાન રામચંદ્રની નિષ્ઠા અસાધારણ હતી. આપણને નિષ્ઠાપુર્વક કરેલા કામનો બદલો કોઈવાર ન મળે તો દુખી થવાની જરૂર નથી. સંસાર ધુંવાડાના બાચકા જેવો છે. તેથી તેને પકડી શકાય નહિ. આપણી તૃષ્ણા, લાલચ કે મહત્ત્વકાંક્ષાઓ પુરી ન થાય તો નવા નાકે દિવાળી ઉજવવા આપણે હંમેશા તૈયાર રહેવુ જોઈએ. તમે કહેશો આવું આપણે શા માટે કરવું પડે? ભગવાનની પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ જે મહેનત કરે તેને તેની મહેનત મુજબનું ફળ સમયસર મળી રહે. ત્રાજવું તો ભગવાને તોલવાનું હોય. આપણે વેપારીને જેટલા પૈસા આપીએ છીએ. તેટલું ધન અથવા ચિજવસ્તુઓ તે આપણને તોલીને જેમ આપે છે. તેમ ભગવાને પણ દરેક વ્યક્તિને તેના શ્રમ મુજબ દ્રવ્ય આપવું જ જોઈએ.

છતાં ઘણી વખત આમ બનતું નથી. જોકે ગિતા-ગાયક ભગવાન ક?ષ્ણ બંધનનું કારણ વ્યક્તિનું કર્મ હોવાનુ જણાવે છે. તેમાં એક વાત ઉમેરવા જેવી પણ ખરી. આ ધરતી પર દરેક જીવને પોતાનું ચોક્કસ કર્મ સોંપીને મોકલવામાં આવે છે. એટલે સંચિત કર્મ નહિ ધરાવતા જીવને સોંપેલું કાર્ય કરવા નવુ કર્મ કરવુ પડતું હોય છે. જોકે ગિતા-ગાયક ભગવાન ક?ષ્ણના મતે જે જીવાત્મા આસક્ત બની પોતાનું કર્મ બજાવે છે. તેને તેનું કર્મબંધન બાધક બની શકતું નથી. “હું કરું છું, મારા વડે જ આ બધું થઈ રહ્યું છે. મારા વિના આ થવું શક્ય જ ન હતુ “  જેવા ઉદગાર આપણને અહંકારની સાંકળે બાંધી દે છે. કોઈ પણ રીતે આપણે તે બેડિઓ તોડી શકતા નથી. જેલની સાકળમાંથી આપણને જામિન કે વકીલ મુક્તિ અપાવી શકે છે. પણ અહંકારની બેડી તોડવા નરસી મહેતાની જેમ આપણી જાત ભગવાનના હવાલે કરવી પડે છે. સરકારી તંત્ર દ્વારા થતા કામોનો યશ નેતાઓ લેવાનું ચૂકતા નથી. આ પણ નેતાઓનો અહંકાર છે. આવો અહંકાર પતનનું કારણ બને છે. વળી નવા કર્મ બંધનમાં પણ બાંધે છે. સંસ્થાઓ કે સેવા ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોએ પણ આવા અહંકારથી હંમેશા દૂર રહેવુ જોઈએ.

સંસારના આવા આટાપાટા માંથી મુક્તિ મેળવવાના ત્રણ માર્ગો છે.જેના વિશે થોડી વિગતે ચર્ચા કરીશુ.

(૧) ભક્તિઃ આ માર્ગ કાંટાળો છે. કળીકાળમાં તે ઘણો કપરો પણ છે. કોઈ ચિંતકે કહ્યું છે કે કળીયૂગમાં ગાયના શિંગડા પર રાયનો દાણો રહે તેટલા સમય માટે પણ ” મુક્તિનો યાચક ભક્ત પોતાનું ચીત ભગવાનમાં સ્થિર કરી શકે તો પણ તેને ઇશ્વરના દર્શન થઈ જાય છે. તે ઇશ્વરના પરમધામમાં પોતાનું સ્થાન પળભરની ભક્તિ વડે પામી શકે છે. વાચક મિત્રો પણ ચીત ને નાથવું એટલુ સહેલું નથી.

એક માજી ભગવાનની માળા કરતા હતા. તેનું ચીત સ્થીર થાય તે પહેલા તેના ટેલીફોનની ઘંટડી રણકી માજી માળા કરતા હોવાથી દીકરાની વહુ ફોન ઉપાડવા દોડી. ફોન ઉપાડતા જ સામા છેડેથી અવાજ આવ્યો. “અરે ઓ ગોદી મા,પૈસા લેવા ક્યારે આવો છો? મગન હમણા આવી બધા પૈસા આપી ગયો છે, ફોનના રીસિવર પરના શબ્દો સાંભળી “વહુઃ તમે પૈસા ગણી રાખો માજી માળા કરે છે. હું તમારો સંદેશ માજીની માળા પુરી થશે એટલે તેમને આપી દઈશ. માળા ફેંકી માજી દોડ્‌યા. “ફોન શરૂ રાખ હું આવું છું, જમના માસી બોલે છે દીકરાની વહુ ઉત્તર આપે તે પહેલા તો માજીએ તેના હાથમાંથી ફોનનું રિસિવર ખેંચી લીધું.

“માજીઃ હેલ્લો હું ગોદી બોલુ છું , જમના કેટલા પૈસાની જોગવાય થઈ છે? તમે કસાઈ લોકો પૈસા કાઢવામાં સાવ કંજુસ અને બેદરકાર લાગો છો. છેલ્લા સાત મહીનાથી અઢાર માલ-ઢોર મોકલ્યા હતા. તેની રાતીપાય પણ મળી નથી. તારુ લેણુ નહી પતે ત્યાં સુધી એક પણ ઢોર તારા કસાઈ વાડે હું મોકલવાની નથી.

જમનાઃ ગોદી મા હમણા અડધા રાખો, થોડા સમય બાદ બાકીની રકમ પણ તમને ચૂકતે કરી આપીશ.

ગોદી મા જેવા ભક્તિનો ઢોંગ કરતા લોકોનો આપણે ત્યાં તુટો નથી. સાધુ સંતો પણ આમાંથી મુક્ત થઈ શકતા નથી.

(૨) જ્ઞાન યોગ : આ માર્ગ ચઢાણ વાળો અને અટપટો પણ છે. મારુ- તારૂ કરતો આત્મા જ્ઞાન માર્ગે યાત્રા કરી શકતો નથી. જેનું અસ્તિત્વ જ નથી તેની પાછળ આપણે હરણ દોટ મુકતા હોઈએ છીએ. સઘળુ તાબે કરવા કાવા-દાવા કરતા રહીએ છીએ. મારી પત્ની, મારો પુત્ર, મારી પુત્રી, મારી સંપત્તિ, મારુ ધન દોલત, ઝવેરાત. મારુ મારુ કરતો માણસ મરણના માંચડા સુધી પહોંચી જાય છે. જ્ઞાનના દિપકનો પ્રકાશ જોઈ શકે એવા નેત્રો માયાના પડળ નીચે ઢંકાય જવાના લીધે ખૂલતા નથી. આમ આપણે જ્ઞાનના માર્ગે પણ પરમધામની યાત્રા કરી શકતા નથી. વારંવાર ભૂલા પડી આપણે અથડાતા-કુટાતા મ?ત્યુલોકમાં મ?ગલાની જેમ માયા રૂપી મોહને વશ થઈ તેને પકડવા દોડતા રહીએ છીએ. આમને આમ લખચોરાશીનું ચક્કર લગાવી ભટકતા રહીએ છીએ. અનેક યોનીમાં ભટકી માનવ અવતાર જરૂર મળે છે. જ્ઞાનના અભાવે તે પણ એળે જાય છે. પતંગીયું જ્યા સુધી દિવાની નજીક ફરતા-ફરતા ફુદાઓ પકડી ખાય છે. ત્યાં સુધી તે જીવીત રહે છે. તેનો મોહ વધતા તે ગેલમાં આવી દિવાની આગમાં કુદી પડે છે. અંતે તે સળગી મરે છે. હું અને તમે પણ માયા રૂપી આગમાં સળગી મરતા રહીએ છીએ. ક્ષણે-ક્ષણે મ?ત્યું પામતો માણસ પોતાની જાતને અમર સમજી બેઠો છે. જેમ પતંગિયાને આગ દેખાતી નથી. તેમ મને અને તમને લોભના કારણે આપણુ પતન દેખાતું નથી.

(૩) કર્મ યોગઃ કળીયૂગમાં મુક્તિ માટેનો સૌથી સરળ આ માર્ગ છે. નિસ્વાર્થ આગળ વધતો કોઈ પણ માણસ આ માર્ગે પરમધામને પામી શકે છે. જે માર્ગ સાવ સરળ લાગે છે. તે દરેક માર્ગમાં ભયસ્થાન વધુ રહેલા હોય છે. તેથી પથિકે સંભાળીને પોતાના પંથ પર ચાલવુ પડે છે. કામચોરી આ માર્ગનું મોટુ ભયસ્થાન છે. તો વળી કર્મ બજાવી તેની આત્મશ્લાઘા કરવી વધુ ભયાનક છે. કર્મ યજ્ઞના માર્ગે આગળ વધતા પથિકો કરેલા કાર્યની પ્રશંસા સ્વયંમ કરવા લાગશે. તો કર્મબંધનમાં ગુચવાય જશે. તેની આ ભૂલ વિજળીના જીવતા તારને અડકવા જેવી જીવલેણ પણ નીવડી શકે છે. આવી આત્મશ્લાઘા આપણને કર્મબંધનની કોટડીમાં ધકેલી દે છે. શરીરના સુખ ખાતર વેતનના પ્રમાણમાં કર્મ નહિ બજાવી કામચોરી કરવી. કાળિયા ચોરની મિત્રતા નિભાવા જેવુ ઘાતક છે. આ બધા અનીતિ ભર્યા પગલાંઓને લઈ. હું અને તમે તેલની ઘાણીની આસપાસ ઘુમતા ઘાંચીના બળદની જેમ સંસારમાં જુદી-જુદી યોનીમાં અવતાર-ધારણ કરતા રહીએ છીએ.

જ્યારે વારંવાર માનવ અવતાર એળે જાય છે. ત્યારે જીવાત્માને પોતાના જ્ઞાનના દ્વાર ખોલવા સંસારની ધરતી પર મ?ગ બનાવી મોકલી દેવામાં આવે છે. જન્મથી દોડવાની શક્તિ ધરાવતો મ?ગલો તેનો સંસાર જમાવા આમ તેમ દોડતો રહે છે. ખૂબ દોડવાથી તેને ગૂંગળામણ થાય છે. ગળામાં સોસ પડવા લાગે છે. તે પોતાની તરસ છીપાવા પાણી શોધવા ફાંફા મારવા લાગે છે. ધોમધખતા સૂર્યના લીધે રચતા આભાસી દેખાતા સરોવર તરફ તે લાંબી દોટ લગાવે છે. થોડીવારમાં તે સરોવર સુધી પહોંચી જશે તેમ માની તે તાકાત લગાવી દોડવાનો યત્ન કરે છે. તેને તેમ કરતા-કરતા અંધારા આવવા લાગે છે. આખરે તે ધરતી પર પટકાય છે. પાણી વિના તરસના લીધે પોતાનો પ્રાણ ગુમાવી દુનીયામાંથી વિદાય લે છે. હું અને તમે પણ આવુ જ કરતા રહીએ છીએ.

એક શિષ્ય અને ગુરુજી વચ્ચે સંવાદ ચાલતો હતો. શિષ્યે તેના ગુરુજી પુછ્યું, “હે ગુરુદેવ ક?પા કરી મને કહો મારો અને તમારો અગાવ કદી ભેટો થયો હતો? ગુરુજી ખડખડાટ હસી પડ્‌યા.

“આ દુનીયામાં ઇશ્વર દરેક જીવને પોતાની ભૂમિકા બજાવા મોકલતો હોય છે. એક જન્મમાં તું મારો પિતા હતો. મારા લાલન-પાલન માટે તેં ધન કમાવા અનેક કુકર્મો આચર્યા હતા. તેં મોટી ધન સંપત્તિ કમાવવા મારા સુખ ખાતર અનીતિ આચરી હતી. આમ અણહકથી મળેલી લક્ષ્મીના પ્રભાવથી બુદ્ધિ કુંઠિત થતા. પહેલાં તારુ અને પછી મારુ પતન થયુ. પિતા તરીકે તેં મને ભારે લાડ લડાવ્યા હતા. જન્મોનું ઋણ ચડાવી તું એક યુદ્ધમાં મ?ત્યુ પામ્યો હતો. ખરાબ કર્મોના લીધે તારે પ્રેત યોનીમાં વર્ષો સુધી ભટકવુ પડ્‌યુ હતુ. તારા કર્મબળથી એકઠી થયેલી સંપત્તિ મેં લોકોને વહેંચી હતી. બીજા જન્મમાં હું અને તું એક માતાના પેટે જન્મી ભાઈ બહેન બન્યા હતા. આ અવતારમાં તું ભયંકર બીમારીનો ભોગ બન્યો હતો. તારી સેવામાં મારો આખો જન્મારો પસાર થઈ ગયો હતો. તેમ છતાં તારુ ઋણ મારાથી ચૂકવાયુ ન હતુ. બીજા જન્મમાં તારુ ઋણ અદા કરવા મારે સ્ત્રીનો અવતાર ધારણ કરવો પડ્‌યો હતો. તે વેળાએ તારો મારા પેટે પુત્ર તરીકે જન્મ થયો હતો. તને લાડકોડથી હું મોટો કરું તે પહેલા તારુ મ?ત્યું થતા ઋણ અદા કરવા. પુન એકવાર સ્ત્રી બની તારી પત્ની રુપે આ સંસાર પર આવ્યો હતો. તે સમયે વાસનામાં ફસાઈ જવાથી હું મારું ઋણ ચૂકવી શક્યો નહી. તારુ કલ્યાણ કરી મારે તારુ ઋણ ચૂકવવાનું હતુ. પરંતુ પતિ પત્ની વચ્ચે વાસના હંમેશા બાધક બની એકમેકના ભીતરના મેઘધનુષી રંગોની અનુભૂતિથી વંચીત રાખે છે. તેથી આપણે દેખીતા મનોરથો પુર્ણ કરવા જીવનભર ધન કમાવા ઉધામાં કરતા રહીએ છીએ. પત્ની તરીકે મારે તારુ કલ્યાણ કરવા કર્મયજ્ઞ કરવાનો હતો. તારુ સાનીધ્ય હોવા છતાં, તેનાથી પર રહી તને મોક્ષ માર્ગે દોરી જવાનો મારો કર્મયજ્ઞ આદરવાનો હતો. પણ હે શિષ્ય તે જન્મમાં હું દરેક મોર્ચે નીષ્ફળ નીવડતો રહ્યો. પરીણામે મારુ અને તારુ મિલન સંસાર ભૂમિ પર થતુ  જ રહે છે. આ જન્મમાં પણ આપણે નહિ જાગીએ તો મ?ત્યુલોકમાં ફેરો મારવાનું નક્કી જ છે.

આ દુનીયામાં આપણને ભગવાને કોઈ ચોક્કસ કાર્ય સોંપી મોકલ્યા છે. આ આપણી પરીક્ષા પણ છે. જે રીતે શિષ્યનું જ્ઞાન ચકાસવા ગુરુજી પરીક્ષા કરે છે. જે શિષ્ય ગુરુની કસોટીમાં સફળતા પુર્વક સવાલોના જવાબ આપી શકે છે. તેને ગુરુજી સફળતાની વરમાળા પહેરાવી પદવી આપે છે. તેથી દરેક જીવાત્માએ પરમધામની પદવી પામવા નિષ્કામ કર્મ, જ્ઞાન  અને ભક્તિ પૈકી અનુકૂળ હોય તેવા માર્ગની પસંદગી કરી આત્માનું કલ્યાણ કરવાનું હોય છે. જે જીવાત્મા ઇશ્વરના આ સંદેશને પામતો નથી. તે દરેક જીવાત્માની હાલત મારી અને તારી જેવી થતી જ રહે છે. એટલુ જ નહી આ સંસાર ભૂમિ પર ચક્રની જેમ આંટા લગાવી. જન્મ ધારણ કરવા પડે છે.

ઝાઝવાના જળ પીવા દોડતા મ?ગની જેમ જમીન પર પટકાય વારંવાર આભાસી માયા પાછળ ગાંડાની જેમ દોડતા રહેવુ પડે છે. વહેતી નદીમાંથી જેમ રેતીની મૂઠી ભરી શકાતી નથી. તેમ મોહ અને માયાના વળગણમાંથી બચી મોક્ષની મંજીલ મળતી નથી. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહી રે ટળે હોજી, એવા ભીતરના ભેરુને જાણ્યા વિના ભવના ફેરા નહિ રે મીટે હોજી.

Previous articleભાવનગર નાગરિક સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
Next articleઆજે વિશ્વ આપઘાત નિવરાણ દિવસ :  આપઘાત એક માનસિક બિમારી છે