વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંઘ દ્વારા દર વર્ષે ૧૦મી સપ્ટેમ્બરે વિશ્વ આપઘાત નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૨૦૧૯માં “આપઘાત અટકાવવા માટે સાથે મળીને કામ કરવું” ની થીમ પસંદ કરવામાં આવી છે.જેનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
આજે વિશ્વભરમાં દર વર્ષે લગભગ આઠ લાખ કરતાં વધારે લોકો આપઘાત કરી પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવી નાખે છે. આપઘાત માટે કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર નથી પરંતુ લોકો આજે નાની નાની બાબતોમાં આવીને પણ આપઘાત કરે છે. આજે લોકો લાંબી માંદગી, આર્થિક સંકડામણ, કૌટુંબિક પ્રશ્નો, વિધાર્થીને નિષ્ફળતાનો ભય વગેરે.
આજે ભારત અને ગુજરાતમાં આપઘાત માટે સૌથી વધારે કૌટુંબિક, સામાજિક પ્રશ્નો રહેલા છે, આજે ઘણા એવા બનાવો જોવા મળે છે કે માતા પિતા બાળકોની હત્યા કરી પોતે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી નાખે છે, આજે અમેરિકા જેવા દેશોમાં દર વર્ષે આશરે બે લાખ લોકો આપઘાત કરે છે, સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં પણ રોજે એક વ્યક્તિ આપઘાત કરે છે, આજે વિશ્વ ના મૃત્યુના કારણોમાં આપઘાત પણ એક કારણ છે,
આજે ટેકનોલોજીના સમયમાં લોકો એકબીજા સાથે વાતચીત પણ ન કરી શકતા હોય તે આંતરક્રિયાના અભાવ ને કારણે આ પ્રમાણ વધે છે, જો વ્યક્તિ ક્ષણિક આવેશ માં પોતાની જાતને સાંભળી લે તો તે આપઘાત જેવી બિમારી બચી શકે છે. લોકોએ એકબીજા સાથે કામ કરી પોતાની જાતને સ્વસ્થ રાખવી જોઇએ.
આપઘાત કરનાર લોકો પોતાના આપઘાત તરફના ચિન્હો ચોક્ક્સ મૂકતા હોય છે જો તેને અન્ય વ્યક્તિ સમજી જાય તો પણ તેને અટકાવી શકાય છે.
જો આવા લોકો સાથે મિત્રતા કેળવી તેમની સાથે સંવાદ કરવામાં આવે તો ચોક્કસ તેને અટકાવી શકાય તેમ છે. એટલે જ આજે આપઘાત એક વેશ્વિક સમસ્યા બની ગઈ છે તેથી જ આ વર્ષે ૨૦૧૯માં “આપઘાત અટકાવવા માટે સાથે મળીને કામ કરવું” તે પસંદ કરવામાં આવ્યું છે.
ડો. અલ્પેશ કોતર : મનોવિજ્ઞાન વિભાગ
નંદકુંવરબા મહિલા કોલેજ