કોડિનારના ભુદેવનું મોત થતા હિરાભાઈ સોલંકીએ પ્લેનમાં પરત લાવી માનવતાની મહેક પ્રસરાવી

934

રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચા દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનોલાભ લેવડાવ્યો જેમાં કથા પુર્ણ થયે એક કોડીનારના વૃધ્ધ ભુદેવનું એટેક આવતા થયેલ મૃત્યુ શોક સાથે હર્ષનો માહોલ સર્જાયો જેમાં હીરાભાઈ સોલંકીએ ભુદેવને પ્લેનમાં પરત લાવી માનવતાની મહેક પ્રસરાવી હતી.

રાજુલાના કાઠી ક્ષત્રિય ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચા દ્વારા હરીદ્વાર ખાતે રાજુલાથી સુરત સુધીના હજારો ધર્મપ્રેમી લોકોને વિનામુલ્યે લઈ જઈ પ્રખર ભાગવતાચાર્ય યજ્ઞેશદાદા ઓઝાની સાત દિવસની કથાનો ભાગીરથી ગંગા ઘાટ પર લાભ લેવડાવ્ય્‌ અને તેમા કથા પુર્ણ થયાના બીજા દિવસે તા. ૮-૯-ર૦૧૯ના દિવ્સે હરીદ્વારથી રાજુલા પરત ફરતા એક કોડીનારના વૃધ્ધ ભુદેવ પ્રદ્યુમનભાઈ ઠાકર (ઉ.વ.૭૮)ને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ દાખલ કરાયા જયા તેમને ડોકટરે મૃત જાહેર કરેલ દુશ્યંત ભટ્ટના નાનાને આમ ઓચીંતા એટેક આવતા ગંગાઘાટ પર જ પ્રાણ છોડી દેતા કરૂણ દ્રષ્ય સર્જાયા પણ ગંગાઘાટ પર મૃત્યુ તો કોઈક ભાગ્યશાળી આત્માને સાંપડે પણ ભુદેવ પરિવાર પાસે શમશાનક્રિયાના ૮૦૦૦ હજાર રૂપિયા  ય ન હતા ત્યારે ભરતભાઈ બોરીચા દ્વારા ૮૦૦૦ની તુરંત વ્યવસ્થા રાજુલાના દિલિપભાઈ જોષી, સાગરભાઈ સરવૈયા, અશોકભાઈ વ્યાસે તેની વ્યવસ્થા કરી માનવતા પ્રસરાવી હવે રહી વાત ક્રિયામાં  રોકાયેલ કુટુંબીજનોની ટ્રેન પણ લઈ ગઈ ત્યારે દુશ્યંત ભટ્ટને હર ઘડી ગમે તેના દુઃખમાં ભાગ લેનાર માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દુશયંત ભટ્ટે સઘળી હકિકત જણાવતા તુરંત હીરાભાઈએ તમામ ભુદેવને હરિદ્વારથી દિલ્હી ટ્રેન અને દિલ્હીથી અમદાવાદ બાય પ્લેનમાં અને છેક રાજુલા સુધી પરત વિનામુલ્યે સગવડ રી આપી આને કહેવાય સાચી માનવતાની મહેંશ અને આને કહેવાય સાચા અર્થમાં રીયલ હીરાલાલ હીરો નહીંતર સંઘ વયો આવ્યા પછી ત્યાં આપડું કોણ હા એ બ્રાહ્મણ પરિવાર સહી સલામત રાજુલા પહોંચી ગયો છે અને હીરાભાઈ સોલંકીને તમામ બ્રહ્મસમાજ દ્વારા ભરતભાઈ બોરીચાને તેમજ હીરાભાઈ સોલંકી ખુબ ખુબ આશીર્વાદ આપતા હીરાભાઈએ કહેલ કે તમામ બ્રહ્મસમાજ મારા પુજનીય છે અને મારી ફરજમાં આવતુ હતું તે મે સેવા કરી છે. તેમજભ રતભાઈ બોરીચા દ્વારા આ ભગીરથ ભાગીરથી ગંગાઘાટની પ૦૦૦ની જનતામાં કોઈને આંખ માથુય લખ્યુ નથી અને ભરતભાઈને બ્રાહ્મણ તેમજ પત્રકાર અમરૂભાઈ બારોટના પરિવાર સહિત સંતોએ ખુબ અંતરના આશીર્વાદ આપ્યા છે .

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઈસરોના વૈજ્ઞાનિકોને પૂજ્ય મોરારીબાપુના અભિનંદન -શુભેચ્છાઓ