ચંદ્રયાન-૨ નું નિર્માણ , તેનું લોન્ચિંગે દેશના અવકાશી સંશોધનમાં એક નવી મિશાલ કાયમ કરી છે.પુ. મોરારીબાપુએ જામનગરની રામકથામાં વધુમાં જણાવ્યું કે ઇસરોના વૈજ્ઞાનિકોએ કરેલો પ્રયાસ સરાહનીય છે. ભલે તેનો સંપર્ક કપાઈ ગયો હોય તો પણ ત્યાં સુધી પહોંચવા માટે સીવનજીની ટીમને રાષ્ટ્ર સલામ કરે છે. રાષ્ટ્રપીઠની સાથે-સાથે વ્યાસપીઠ પણ પોતાનો સુર પુરાવે છે. માનસ-ક્ષમા રામકથામાં ચાલુ વરસાદમાં હજારોની સંખ્યામાં ભક્તજનોએ ઉમટી પડી ભજન અને ભોજનનો લાભ લીધો હતો.વરસાદી વાતાવરણને કારણે પૂ.બાપુએ વ્યાસપીઠ પરથી સૌને સાવધાનીથી વિખેરાવા ખાસ અનુરોધ કરવો પડ્યો હતો