પાલીતાણા સ્ટેશન રોડ પર આવેલ અને નગરપાલિકા સંચાલિત સરદાર શોપિંગ સેન્ટર યોહ્ય મેન્ટેનેસ ને અભાવે જર્જરિત થયેલ છે ઠેર ઠેર દુકાનોમાં અંદર અને બહાર ગાબડા પડી ગયેલ છે ઉપરાંત સ્લેબમાંથી વરસાદી પાણી ખુબ જ પડે છે આનાથી તમામ વેપારીઓ ત્રાસી ગયેલ છે બીમ,કોલમમાં પણ મોટી મોટી તિરાડો પડેલ છે તેમજ બાંધકામ જર્જરિત થયેલ છે છેલ્લા ૧૦ વર્ષથી વેપારીઓ એ મેન્ટેનન્સ અને રીનોવેશન માટે નગરપાલિકા પાસે અનેકોવાર રજૂઆત કરેલ છે તેમ છતા ચીફ ઓફિસર દ્વારા આંખ આડા કાન કરતા હોઈ તેમ લાગી રહ્યું છે સાથો સાથ વેપારીઓ એકઠા થઇ પાલીતાણા નગરપાલિકા વિરુધ્ધમાં સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો આવનારા સમયમાં નગરપાલિકા કાર્યવાહી નહિ કરે તો વેપારીઓ દ્વારા કોર્ટમાં જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચારી છે આ સૂત્રોચ્ચારમાં પ્રવીણભાઈ ગઢવી, વેપારીમાં, હિરેનભાઈ વાઘાણી, નરેન્દ્રભાઈ ત્રિવેદી,મહેશભાઈ માંગુકિયા, કાસમભાઈ સમળી, અંકુરભાઇ મહેતા,નવીનભાઈ વિગેરે વેપારીઓ જોડાયા હતા