ભાવનગર શિશુવિહાર માં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ માં ૩૮૪ બહેનોને રૂપિયા ૫.૦૪ લાખ ની સહાય આપવામા આવેલ.આ કાર્યક્રમનાં પ્રારંભે નંદકુંવરબા કન્યા શાળાનાં બહેનો દ્વારા પ્રાર્થના ગાનથી શરૂઆત કારેલ.ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ધીરજલાલ પરમાણંદદાસ દેસાઈ પરિવાર ના ઉપક્રમે શહેર તથા ગ્રામ્ય વિસ્તારની ૬ શાળાની ધોરણ ૧૦,૧૨ની ૨૯૬ બહેનોને રૂપિયા ૩ લાખ શૈક્ષણિક સહાય નું વિતરણ કરવામાં આવ્યુ. તારીખ ૭ ,સપ્ટેમ્બર નાં રોજ સંસ્થા પ્રાગણમાં પ્રા. નિષ્ઠાબહેન દેસાઈની અધ્યક્ષતામાં શહેર ની ૩ મહિલા વિધાલયોમાં સ્નાતક,અનુસ્નાતક કક્ષાએ ઉજજવળ કારકિર્દી દાખવતી ૮૧ જરૂરીયાતમંદ બહેનોને રૂપિયા એક લાખ બાંસઠ હજાર ની શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવેલ. લોક સેવક માનભાઈની જન્મજયંતી સાથે જોડાએલ મહિલા ઉત્કષૅ પ્રવૃતિ અંતઞૅત શ્રી કાળીદાસ માધવજી વળીયા પરિવાર દવારા ૭ શ્રમિક બહેનોને રોજગારલક્ષી સાધન સહાય નું વિતરણ થયુ. તેમજ શહેર ના ગરીબ બાળકો ને ૬૫૦૦૦ થી વધુ વિલ્સન બોલપેનનું વિતરણ કરનાર અચ્યુતભાઈ મહેતા તથા શિશુવિહાર સંસ્થામા ૨૬.૮૫ વોલ્ટ ની સોલાર સિસ્ટમ ઇનસ્ટોલ કરનાર શ્રી મનીષભાઈ પરીખ નું અભિવાદન કરવામાં આવેલ. છેલ્લા ૨૦ વર્ષ થી કન્યા કેળવણી અને મહિલા ઉત્કષૅ માટે કાર્યરત શિશુવિહાર સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૦ થી શરુ કરી ૩૨૬૭ વિધાર્થીઓને ૨૭.૪૬ લાખની સહાય પહોંચાડવામાં આવી છે. આ કાર્યક્રમમા શ્રી રચના બહેન ગાંધી, ઞૌરાંગભાઈ ગાંધી,ઙૉ. નિર્મળ ભાઈ વકીલ, મનીષ ભાઈ દેસાઈ, એલ.આઈ.સી.ના સિનિયર મેનેજર કેપ્ટન એ. કે. મિશ્રા, એસ. એમ. ગુજરાતીની ઉપસ્થિતિ માં યોજાયો હતો.