કરબલના મહાન શહિદ હઝરત ઈમામ હુસેન અને આપના વફાદાર સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી શહાદતની યાદમાં દર વર્ષે ભાવનગર શહેરનાં ખોજાવાડ વિસ્તારમાં ખંડક (આગમાં ચાલવા) નો ધા.મક કાર્યક્રમ યોજાય છે તે મુજબ ગઈકાલે રવિવારે યા હુસેનનાં નારા સાથે ખોજા સમાજનાં લોકોએ આગમાં ચાલી શોક-માતમ મનાવ્યો હતો.